કવાંટમાં કાળજાળ સિસ્ટમની પોલ ખુલ્લી : કોઝવે તૂટતાં પ્રસૂતા મહિલાને ૨ કિલોમીટર ચાલવું પડ્યું!

કવાંટ તાલુકામાં ભારે વરસાદને કારણે ખંડીબારા ગામને જોડતો કોઝવે તૂટી ગયો છે. આના કારણે ખંડીબારા અને ઝાલાવાટ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. એક પ્રસુતા મહિલાને હોસ્પિટલથી ઘરે જવા માટે બે કિલોમીટર પગપાળા ચાલવું પડ્યું હતું.

મળતી માહિતી મુજબ, તડવી દુર્ગાબેન મેહુલભાઈને ૨૯ જુલાઈ, ૨૦૨૬ ના રોજ ડિલિવરી થઈ હતી. તેમને ખીલખીલાટ વાન દ્વારા તેમના ગામ ઝાલાવાટ લઈ જવામાં આવી રહ્યા હતા.

જોકે, રસ્તામાં ખંડીબારા ગામ નજીકનો કોઝવે પાણીના પ્રવાહમાં તણાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આથી, દુર્ગાબેનને બે કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપીને ઘરે પહોંચવું પડ્યું હતું.સ્થાનિકોના મતે, આ કોઝવે દર વર્ષે ચોમાસામાં તૂટી જાય છે. આ વારંવારની સમસ્યાને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ આ જગ્યાએ કાયમી પુલ (બ્રિજ) બનાવવાની માંગ કરી રહ્યા છે, જેથી ચોમાસામાં ગામો સંપર્ક વિહોણા ન બને અને લોકોને હાલાકી ન ભોગવવી પડે.

જાંબુઘોડામાં શુક્રવારે રાત્રિના બે વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીના ચાર કલાકમાં ૭૨ મીમી (આશરે ત્રણ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વરસાદે થોડો વિરામ લીધો હતો. જોકે, બપોરના ચાર વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ શ‚ થયો હતો. માત્ર બે કલાકમાં જ નોંધપાત્ર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.

ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ધીમી ગતિએ વાહનો હંકારવા પડ્યા હતા. સતત વરસી રહેલા વરસાદથી નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને જ‚રી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.