છોટાઉદેપુર ખાતે ૨ માસીય બાંસ આર્ટીકલ તાલીમનું સફળતા પૂર્વક પૂર્ણ કરાયું

છોટાઉદેપુર ખાતે Gujarat Matikam દ્વારા આયોજીત ૨ માસીય બાંસ આર્ટિકલ (Bamboo Article) તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ તાલીમમાં કુલ ૩૦ બહેનોને તાલીમ આપવામાં આવી હતી અને તેમને સ્વરોજગાર માટે જ‚રી માર્ગદર્શન તેમજ સાધનો અંગે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા સભ્ય Asma Pathan દ્વારા જણાવાયું હતું કે, નગરની જ‚રિયાતમંદ મહિલાઓ સુધી વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તાલીમ પૂર્ણ કરનાર બહેનોને સ્વરોજગાર તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ તાલીમના લાભાર્થી બહેનોને સરકારના નિયમ મુજબ પ્રતિ બહેન રૂ. ૯,૦૦૦ સ્ટાઈપેન્ડ મેળવવા પાત્રતા છે, તેવી માહિતી પણ આપવામાં આવી હતી.

આ અવસરે તાલીમાર્થી બહેનો દ્વારા Asma Pathan, ટ્રેનર ભાઈઓ તેમજ સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તાલીમથી મહિલાઓને આવકનું સાધન મળી રહે અને તેઓ આત્મનિર્ભર બને તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.