છોટાઉદેપુર જિલ્લાના ના ભીખાપુરા ગામે ત્રણ વર્ષ અગાઉ બનેલ ધટનામાં એસ.ટી.બસમાં ધુસીને કંડકટર પત્નિની ચપ્પુના ધા ઝીંકી હત્યા કરનાર પોલીસ પતિને છોટાઉદેપુર કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ ફટકાર્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના ભીખાપુરા ગામે જાહેર બનેલા બનાવની વિગતમુજબ અમૃતભાઈ લાલજીભાઈ રાઠવા (રહે.કંડા, તા.જેતપુર પાવી)એ તા.20 ડિસેમ્બર 2022ના રોજ બપોરના સમયે તેની પત્નિની હત્યા કરીહતી. અમૃતભાઈ રાઠવાની પત્નિ મંગીબેન એસ.ટી.બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી હતી.તેણીની ઉપર બીજા પુરૂષ સાથે આડા સંબંંધ હોવાની શંકાના આધારે પત્નિની બસમાં જ ચપ્પુ વડે ગળા અને છાતીના ભાગે ઉપરા છાપરી મારીને પત્નિનુ કાસળ કાઢી નાંખ્યુ હતુ. આ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતનો કેસ છોટાઉદેપુર કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સોનલબેન દેસાઈની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને ન્યાયધિશ સુનીલ એમ.ટાંક મુખ્ય સેશન્સ જજ છોટાઉદેપુર આરોપી અમૃતભાઈ રાઠવા કે જે હાલમાં સુરત શહેર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતો હતો. તેને આજીવન સખ્ત કેદની સજાનો હુકમ ફટકાર્યો છે. સાથે 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુએક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.