બોડેલીમાં રખડતા શ્ર્વાનનો આતંક છેલ્લા બે દિવસમાં બે વ્યક્તિને બચકા ભર્યા

બોડેલીમાં રખડતા શ્ર્વાનનો આતંક વધ્યો છે. છેલ્લા બે દિવસમાં બે વ્યક્તિઓને શ્ર્વાને બચકા ભર્યા હતા, જેમાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બોડેલીના અમન પાર્ક વિસ્તારમાં રહેતો એક યુવક ગઈકાલે બાઈક પર ઘરે જઈ રહ્યો હતો. તે સમયે રખડતા શ્ર્વાને તેના પર હુમલો કરી બચકું ભર્યું હતું. આ હુમલામાં યુવકને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત, અન્ય બે થી ત્રણ વ્યક્તિઓ પર પણ શ્ર્વાન દ્વારા હુમલા થયા હોવાના અહેવાલ છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સમક્ષ રખડતા શ્ર્વાનોને પકડીને પાંજરે પૂરવા અને આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માટે માંગ કરવામાં આવી રહી છે.