બોડેલીમાં નગરપાલિકામાં સમાવેશ કરાયેલી બોડેલી ગ્રામ પંચાયતના જન્મ-મરણના રજીસ્ટરના કાગળો ખોવાયા

બોડેલી નગરપાલિકામાં સમાવેશ બોડેલી ગ્રામ પંચાયતના જન્મ-મરણ રજીસ્ટરમાં કાગળો ફાટી ખોવાયા છે. અનેક વર્ષોના રેકોર્ડ ગુમ થતાં લોકોને જન્મ-મરણની નોંધણીના રેકોર્ડ મળવા મુશ્કેલ બન્યા છે.

બોડેલી નગરપાલિકા ક્ષેત્રમાં સમાવેશ થતાં બોડેલી ગ્રામ પંચાયત ઓફિસમાં રાખવામાં આવેલા જન્મ-મરણ નોંધણીના રજીસ્ટરના કાગળો ફાટી ગયા હોવાની માહિતી બહાર આવી છે. પરિણામે અનેક વર્ષોના મહત્વના રેકર્ડ ગુમ થયા છે. જેના કારણે નાગરિકોને જન્મ-મરણનુ પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જુના રજીસ્ટરમાં જયાં સુધીનામ મળી જાય ત્યાં સુધી તો પ્રમાણપત્ર મળવુ સરળ બને છે.પરંતુ રજીસ્ટરના 5ાના નાશ પામ્યા હોવાથી મોટાભાગના વર્ષોના રેકોર્ડ મળી રહ્યા નથી. રેકોર્ડ ન મળતા લોકોને અપ્રાપ્ય પ્રમાણપત્ર લઈ મામલતદાર કચેરીમાં નવી અરજી કરવાની ફરજ પડે છે. જેમાં સ્ટેમ્પ, એફિડેવિટ, પેઢીનામું તેમજ અખબારમાં જાહેરનામું આ બધુ મળીને અંદાજે ત્રણથી ચાર હજાર જેટલો ખર્ચ થાય છે. આ પરિસ્થિતિને કારણે સામાન્ય નાગરિકો ઉપર અનાવશ્યક આર્થિક બોઝ પડે છે. અને રેકોર્ડ સાચવવામાં બોડેલી ગ્રામ પંચાયતની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળે છે.