
છોટાઉદેપુર જીલ્લાના બોડેલીમાં રોશની યંગ સર્કલ કમિટી દ્વારા હુસૈની બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સુખી હોસ્પિટલ અને ઈન્દુ બ્લડ બેંકના સહયોગથી હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની સ્મારથે આયોજીત કરાયો હતો.
રક્તદાન કેમ્પમાં બોડેલીના તમામ ધર્મના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો. ‘મારૂ રક્ત કોઈના જીવનને બચાવી શકે’ તે માટે મોટી સંખ્યામાં યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. આ પ્રસંગે એકતા અને ભાઈચારો જોવા મળ્યો.
કેમ્પ દરમિયાન એકત્ર થયેલું રક્ત જરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સુખી હોસ્પિટલ અને ઈન્દુ બ્લડ બેંકના તબીબોએ કાર્યક્રમના સફળ આયોજન બદલ રોશની યંગ સર્કલ કમિટીના સભ્યો અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે રક્તદાતાઓની સેવાભાવનાને બિરદાવી હતી.