વડોદરા ફ્લાઇંગ સ્ક્વોડે છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના મોડાસર ખાતે મોટી કાર્યવાહી કરી છે. ઓરસંગ નદીપટ્ટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ૫ ડમ્પર અને ૧ એક્સકેવેટર સહિત આશરે રૂ.૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ફ્લાઇંગ સ્ક્વોડ વડોદરાના આસિસ્ટન્ટ ડિરેક્ટર ડી. એન. પાવૈયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ કરવામાં આવી હતી. ટીમે મોડાસરના ઓરસંગ નદીપટ્ટ વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન અને વહન સામે પગલાં લીધા હતા.
મોડાસર ખાતે થયેલી આ કાર્યવાહીમાં ગેરકાયદે રેતીનું ખનન અને વહન કરતા કુલ ૫ ડમ્પર અને ૧ એક્સકેવેટર મશીન પકડાયા હતા. ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે સ્થળ પર જ તમામ વાહનો અને મશીનરીને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, આ કાર્યવાહીમાં જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત આશરે રૂ.૨ કરોડ જેટલી છે.
આ કામગીરીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર અંકિત પરમાર, માઇન્સ સુપરવાઇઝર હર્ષદ પ્રજાપતિ અને સર્વેયર જય ચૌધરીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે ગેરકાયદે ખનન સામે અસરકારક પગલાં લઈ શકાયા.