ભારે વરસાદને કારણે અમદાવાદમાં પૂર જેવી સ્થિતિ,શહેરના ૫ અંડરપાસ બંધ; ઘરોમાં પાણી ઘૂસ્યા, રસ્તાઓ બેટમાં ફેરવાયા

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. વહેલી સવારે ૩.૩૦ વાગ્યાથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માત્ર ૧ કલાકમાં ૨ ઈંચ જેટલો ખાબકેલો વરસાદ સમગ્ર શહેરને જળબંબાકાર કરી ગયો છે. પશ્ચિમ વિસ્તારના બોપલ, જાધપુર, સેટેલાઈટ, એસજી હાઈવે અને આંબાવાડીમાં માત્ર ૧ કલાકમાં ૨ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. એસજી હાઇ-વે ઉપર સાતથી આઠ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જાવા મળ્યો હતો બ્રિજની ઉપર ટ્રાફિક જામથી રસ્તો બ્લોક થઇ ગયા હતાં અને બ્રિજની નીચેનો રોડ બેટમાં ફેરવાયો હતો અને બે કલાકથી લોકો ટ્રાફિક જામમાં અટવાયા હતાં

શહેરના બોપલ, જાધપુર, સેટેલાઈટ, એસ.જી. હાઈવે અને આંબાવાડી જેવા પોશ વિસ્તારોમાં મુસળધાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતાં ભારે વરસાદના કારણે વાહનચાલકોની વિઝિબિલિટી ઘટી જતાં વાહનવ્યવહારને માઠી અસર પહોંચી . બોપલમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં સ્ટ‹લગ સિટી સોસાયટી અને નીચાણવાળા વિસ્તારોના ઘરો તેમજ દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. પીપળેશ્વર સોસાયટી બહારનો મુખ્ય રોડ પણ જળમગ્ન થઈ ગયો છે.

ઘરો અને દુકાનોમાં પાણી ભરાતાં રહીશો અને વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા હતાં. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા અમદાવાદના તમામ મુખ્ય ૫ અંડરપાસ બંધ કરી દેવાયા હતાં જેમાં અખબારનગર, મીઠાખળી, શાહીબાગ, મકરબા અને પરિમલ અંડરપાસ નો સમાવેશ થાય છે. ડી કેબિન અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતાં તેને વાહનો માટે બંધ કરાયો અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા શહેર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.અમદાવાદના સરખેજ વોર્ડમાં સૌથી વધુ ૧૧૫ મીમી, બોપલમાં ૧૧૫.૫૦, જાધપુરમાં ૧૧૧.૫૦ મીમી, થલતેજમાં ૧૦૮ મીમી, બોડકદેવમાં ૧૧૨ મીમી, નવરંગપુરામાં ૭૭.૫૦ મીમી, ઉસ્માનપુરામાં ૬૮ મીમી, સાયન્સ સિટીમાં ૧૦૦ મીમી વરસાદ વરસ્યો હતો.

શહેરના પશ્ચિમ અને પૂર્વ એમ બંને ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. અલગ-અલગ વિસ્તારોની વાત કરીએ તો પશ્ચિમ અને એસજી હાઇવેના પ્રહલાદનગર, શ્યામલ, શિવરંજની, જીવરાજ પાર્ક, વેજલપુર, મકરબા, સેટેલાઇટ, આંબાવાડી, પાલડી અને વાસણા વિસ્તારમાં મુસળધાર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને દક્ષિણ અમદાવાદની વાત કરીએ તો મણિનગર, જશોદાનગર, ઘોડાસર, ઈસનપુર, નારોલ,સીટીએમ હાટકેશ્વર, ખોખરા, અમરાઈવાડી, રબારી કોલોની, , રામોલ, કાંકરિયા, બહેરામપુરા, દાણીલીમડા અને જમાલપુર સહિતના તમામ વિસ્તારોમાં મુસળધાર વરસાદથી રસ્તાઓ ભીંજાયા છે. થલતેજ અને એસજી હાઇવે પર એટલો ધોધમાર વરસાદ શરૂ થયો હતો કે વાહનચાલકો માટે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હતી. ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. દરમિયાન, ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. બોપલ વિસ્તાર સહિત કેટલાક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ભારે ખોરવાયો છે. રસ્તાઓ પર પાણી ભરાતાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે.

અમદાવાદના ભીમજીપુરા વિસ્તારમાં ભારે વરસાદને પાણી ભરાયા છે. ભીમજીપુરામાં ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકો પરેશાન થઇ ગયા હતાં પાણીમાં અનેક વાહનો પાણીમાં ફસાતા વાહનચાલકો પણ ભયભીત બન્યા હતાં નિર્ણયનગર વિસ્તારમાં પણ વરસાદને કારણે માર્ગાે પર પાણી ભરાઇ ગયા હતાં અનેક સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતાં જેને કારણે લોકોને ભારે હાંલાકીનો સામનો કરવો પડયો હતો ભારે વરસાદને કારણે કર્ણાવતી રોડ પાણીમાં ડૂબ્યો છે. જીય્ હાઈવે પર નવા ઓવરબ્રિજની બાજુમાં દોઢથી બે ફૂટ સુધીના પાણી ભરાયા હતાં જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા

અમદાવાદ પશ્ચિમના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. તાજ હોટેલથી પકવાન સર્કલ સુધી સિંધુ ભવન રોડ પર ફોર-વ્હિલ કારનું અડધુ ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાતા લોકો પરેશાન થયા સવારના સમયે જ અચાનક વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કામ પર જવાના સમયે જ વરસાદ શરૂ થતા અમદાવાદ વાસીઓ પલળતા પલળતા ઓફિસ અને કામ ધંધે પહોંચ્યા હતાં.ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદી સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે. ગત મોડી રાતથી મેઘરાજા જિલ્લાને ભમરોલી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે દોઢ ઇંચ વરસાદ દહેગામમાં પડ્યો છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. માણસા અને કલોલ તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો છે.આભાર – નિહારીકા રવિયા ત્યારે આ વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જાવા મળી રહી છે. ચોમાસાની શરૂઆતથી જ જિલ્લામાં વરસાદ પડ્યો ન હતો અને જિલ્લો કોરો ધાકોર રહ્યો હતો