
છોટા ઉદેપુર જીલ્લામાં સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઓરસંગ નદીમાં પૂર આવ્યું છે. પૂરના જોરદાર પ્રવાહને કારણે સંખેડા અને બહાદરપુર વચ્ચે બનાવવામાં આવેલું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પાણીના પ્રવાહથી ડાયવર્ઝન ધોવાઈ જતાં આ માર્ગ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો, જો કે પાણી ઓછું થતાં વાહનવ્યવહાર ફરી શ કરવામાં આવ્યો છે.
જીલ્લામાં આખો દિવસ વરસાદી માહોલ જીલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ રહ્યો હતો અને દિવસભર છૂટાછવાયા વરસાદે વાતાવરણ ભીનું રાખ્યું હતું. બીજી તરફ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતાં તેની સીધી અસર ઓરસંગ નદી પર જોવા મળી હતી. નદીમાં જળસ્તર ઝડપથી વધતાં સંખેડા ખાતેનું ડાયવર્ઝન પૂરના પાણીમાં ડૂબી ગયું અને ઉપયોગ માટે અયોગ્ય બન્યું.