
છોટા ઉદેપુર જીલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જીલ્લાના પાવી જેતપુર અને કવાંટ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં ધીમીધારે વરસાદ પડ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી જીલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. ઝરમર વરસાદ છૂટોછવાયો પડતો હતો, પરંતુ ખેતીલાયક વરસાદ ન થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળતી હતી. આજના વરસાદી માહોલથી ખેડૂતોમાં રાહત જોવા મળી છે. પાવી જેતપુર અને કવાંટ ઉપરાંત બોડેલી, સંખેડા, નસવાડી અને કદવાલ તાલુકામાં પણ છૂટોછવાયો અને ધીમીધારે વરસાદ નોંધાયો છે.