ભારતીય ટીમ જૂનમાં ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ અને ત્રણ વનડે મેચ રમશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ વચ્ચે એક મોટી જાહેરાત કરી છે.આઇપીએલ ૨૦૨૬ પછી, ભારતીય ટીમ ઘરેલુ મેદાન પર એક ટેસ્ટ અને ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. આ મેચો જૂનમાં રમાશે, અને બીસીસીઆઇ એ પણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ પ્રવાસમાં એવી ટીમ હશે જેની સામે ટીમ ઈન્ડિયા એ હજુ સુધી એક પણ વનડે શ્રેણી રમી નથી. આમ, આ શ્રેણી ચાહકો માટે ખૂબ જ રોમાંચક બનવાની છે.

બીસીસીઆઇએ ૨૦૨૬ માં અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ પ્રવાસ જૂન ૨૦૨૬ માં યોજાશે, જેમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એક ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય  મેચનો સમાવેશ થશે. આ પ્રવાસ એક ટેસ્ટ મેચથી શરૂ થશે, જે ૬ થી ૧૦ જૂન દરમિયાન નવા ચંદીગઢમાં રમાશે. આ બંને દેશો વચ્ચેની બીજી ટેસ્ટ મેચ હશે. અગાઉની ટેસ્ટ મેચ ૨૦૧૮ માં બંને ટીમો વચ્ચે રમાઈ હતી, જે અફઘાનિસ્તાનની પહેલી ટેસ્ટ મેચ પણ હતી.

તેઓ તેમની ગર્લફ્રેન્ડ સાથે જન્મદિવસ ઉજવવા ગયા હતા, ત્યારબાદ તેમનો મૃતદેહ યમુનાનગર રેલ્વે ટ્રેક પર મળી આવ્યો… તેમના હોઠ પર ફેવિકોલ ચોંટાડવામાં આવ્યો હતો, અને ગળું દબાવવાના નિશાન પણ હતા. ત્યારબાદ ૧૪ જૂનથી વનડે શ્રેણી શરૂ થશે. આ બંને ટીમો વચ્ચેની આ પહેલી વનડે શ્રેણી હશે; અગાઉ, તેઓ આઇસીસી ઇવેન્ટ્‌સ અને એશિયા કપમાં ફક્ત વનડે ફોર્મેટમાં જ એકબીજાનો સામનો કરી ચૂક્યા હતા. આ મેચો ધર્મશાળા, લખનૌ અને ચેન્નાઈમાં રમાશે. આ અફઘાનિસ્તાન ક્રિકેટ માટે એક મોટી તક હશે, કારણ કે તેઓ વિશ્વની ટોચની ટીમ સામે રમવાનો મોકો મેળવશે. આ શ્રેણી ૨૦૨૭ વનડે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓની શરૂઆત પણ કરશે.

ભારત-અફઘાનિસ્તાન શ્રેણીનું સમયપત્રક

એક ટેસ્ટઃ ૬ જૂનથી ૧૦ જૂન – ચંદીગઢ

પ્રથમ વનડેઃ ૧૪ જૂન, ૨૦૨૬, ધર્મશાલા

બીજી વનડેઃ ૧૭ જૂન, ૨૦૨૬, લખનૌ

ત્રીજી વનડેઃ ૨૦ જૂન, ૨૦૨૬, ચેન્નાઈ

રોહિત અને વિરાટ પાછા ફરશે

આ શ્રેણી ભારતીય ચાહકો માટે ખૂબ જ ખાસ રહેશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર એક્શનમાં જાવા મળશે. જાકે,બીસીસીઆઇએ હજુ સુધી ટીમની જાહેરાત કરી નથી. ટીમની પસંદગી આઇપીએલ ૨૦૨૬ પછી થઈ શકે છે.