દે.બારીયા નગર પાલિકા હસ્તક ડોર ટુ ડોરના એજન્સીનો માલિક કોણ છે તે કર્મચારીઓને પણ ખબર નથી કોણ છે ???

દે.બારીયા નગર પાલિકાના હસ્તક સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલતી યોજના પાછળ કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તે ગ્રાન્ટ કોણ વાપરે છે. એજન્સી ડોર ટુ ડોર અને રાત્રી સફાઈ માટે અને ડોર ટુ ડોર કચરા કલેકશન કરતા કોન્ટ્રાકટર બેજના કર્મચારીઓને જેના નેજા હેઠળ કામ કરતા તે એજન્સીનો માલિક કોણ છે ? તેની જાણકારી કોઈપણ જવાબદાર પાલિકાનું સુપર વાઈઝર આપતા નથી કેમ તે યક્ષ પ્રશ્ર્ન છે તો હોળીના મહાપર્વની ઉજવણી માટે મહેનતાણું કોની પાસે માંગણી મુકી શકે છે. એજન્સીના માષુકનું નામ તો નથી બતાવ્યો પરંતુ તા.૨૭/૦૨/૨૦૨૬ના શુક્વારે ૩-૩૦ના સમયે તમારા પગાર મળશે કે નહી તેની જાણ આપી હતી. તેવું મહિલા મંડળના કર્મચારીઓ જણાવી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં આપણે આવતી હોળીનો પર્વ જે પંથકમાં વસવાટ કરતો આદિવાસી તેમજ એસ.ટી. જાતીની પ્રજાનો મુખ્ય તહેવાર તરીકે ઉજવવામાં આવતો હોય છે. જેથી ડોર ટુ ડોરના ૧૦-૧૨ કર્મચારીઓ જોવા મળે છે. બીજા કર્મચારીઓ કાગળ ઉપર બતાવી દેવામાં આવતા હશે જો ૨૪ જેટલા કર્મચારીઓ હોય તો વોર્ડ નં.૬ કસ્બામાં ડોર ટુ ડોર કચરા કલેકશનમાં ૨-૩૦ અથવા ૩-૦૦ વાગ્યાનો સમય ના થાય તે સમજી શકાય.

કચરાનું કલેકશન આટલા મોડે મોડે થાય છે. તેના પાછળ કયા પરિબળો જવાબદાર હશે ? તેની તપાસ કોણ કરશે તે વહિવટી અધિકારીને કરવી રહી ટેન્ડરમાં જણાવ્યા મુજબ જો ૨૪ જેેટલા અધિકારીઓ કામે લાગે તો બાર વાગ્યા સુધી તો આખા શહેરનો ડોર ટુ ડોર કચરા કલેકશન થઈ શકે છે શું ? માત્ર કાગળો ઉપર એજન્સી બતાવવામાં આવી હશે જેથી મળતીયાના નામે એજન્સી અંદરો અંદર ચલાવવામાં આવતી હશે ? તેની તટસ્થ તપાસ થશે તો ધણું બહાર આવે તો નવાઈ નહી એજન્સી અન્યના નામે તેનું હેન્ડલીંગ કરનારો અલગ હશે તેના કારણે કર્મચારીઓને એજન્સીના માલિકનું નામ કોઈ આપવા રાજી નથી ? તેવા ગંભીર ખ્યાલો ઉપસ્થિત થયા છે. ખુદાન ખાસ કોઈ પણ કર્મચારી ગંભીર રીતે અકસ્માત થાય તો એજન્સી નામ ાલિકને કયાંથી જવાબદાર ઠેરવવામાં આવશે પણ ખરો આ કૌભાંડ પહેલાથી ચાલતો હશે કે પછી હાલમાં પીસાઈ રહ્યા છે. ઓછા કર્મચારીઓની નિમણૂંક કરી વધારે કર્મચારીઓ માત્ર કાગળો ઉપર બતાવીને ભ્રષ્ટાચાર તો આચરવામાં આવતો નથી ? તેની તપાસ તો બને છે. આખું કોળું શાકમાં ના ખપે તે સૌ જાણે છે.