બાલાસિનોર ટાઉન PI એમ.ડી. ગઢવીનો સપાટો: શ્રાવણિયો જુગાર રમતા 10 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીલોદરા રોડ પર તબેલા નજીક ખુલ્લી જગ્યામાં શ્રાવણ માસ દરમિયાન ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી હારજીતનો જુગાર રમતા 10 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ.1.10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, બાલાસિનોર ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ગઢવીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પીલોદરા રોડ પર ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી. જોકે, પોલીસની ટીમે તમામ 10 જુગારીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

પોલીસે સ્થળ પરથી દાવ પર મુકેલી રોકડ રૂ.2,300 તથા આરોપીઓની અંગઝડતીમાંથી રૂ.37,500 મળી કુલ રૂ.39,800 રોકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત 8 મોબાઇલ ફોન, કિંમત રૂ.70,000 તથા પાના કેટના 4 નંગ મળી કુલ રૂ.1,10,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જપ્ત મુદ્દામાલ: રોકડ રૂ.39,800, 8 મોબાઇલ ફોન કિંમત રૂ.70,000 તથા પાના કેટના 4 નંગ મળી કુલ રૂ.1,10,800નો મુદ્દામાલ

બોક્સ: જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા

1. અભિષેકભાઈ શૈલેષભાઈ પટેલ – રહે. બાલાસિનોર

2. ભરતભાઈ ચીમનભાઈ મહેરા – રહે. પરબીયા, ખેડા

3. જીગ્નેશભાઈ છગનભાઈ મહેરા – રહે. બાલાસિનોર

4. વિજયસિંહ મણિલાલ મહેરા – રહે. બાલાસિનોર

5. દિપકકુમાર રસિકલાલ પરમાર – રહે. બાલાસિનોર

6. બાદલભાઈ હર્ષભાઈ પટેલ – રહે. પરબીયા, ખેડા

7. જયકુમાર પંકજભાઈ વાળંદ – રહે. બાલાસિનોર

8. કમલેશકુમાર રમણલાલ પરમાર – રહે. બાલાસિનોર

9. સુનિલકુમાર જયંતિભાઈ વસાવા – રહે. બાલાસિનોર

10. સંજયભાઈ શાંતિલાલ પટેલ – રહે. બાલાસિનોર