નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક ચિરાગ પંચાલ દ્વારા ઓગષ્ટ મહીનામાં ૧૦૦% હાજર રહેનાર વિદ્યાર્થીઓને બચત બેંક માટેના ગલ્લાં સ્વ ખર્ચે આપી સન્માન કરવામાં આવ્યું.

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ઝારા ક્લસ્ટરની નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક અને લુણાવાડા તાલુકાના મધવાસ ગામના વતની એવા ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલ દ્વારા તારીખ ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ ને બુધવારના રોજ શાળામાં બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના ધોરણોમાં ઓગષ્ટ મહીનામાં ૧૦૦% હાજર રહેનાર વિદ્યાર્થીઓને બચત બેંક એટલે કે બચત માટેના ગલ્લાં આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને બચત કરવા માટે સમજ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શિક્ષક ચિરાગકુમાર પંચાલ દ્વારા વિદ્યાર્થીઓને દર મહીને સ્વખર્ચે શાળામાં ૧૦૦% હાજર રહેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વ‚પે ઈનામ આપીને શાળામાં નિયમિત રીતે હાજર રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.