બાલાસિનોર શહેરમાં આડેધડ પાર્કિંગ સામે પોલીસનો સપાટો, મનમાની કરનારાઓ સામે કડક કાર્યવાહી

-જાહેર રસ્તા પર મનમાની પાર્કિંગ નહીં ચાલેબાલાસિનોર પોલીસના કડક વલણથી સ્પષ્ટ સંદેશ.

બાલાસિનોર શહેરના રાજાપુરી દરવાજાથી નગરપાલિકા, નગરપાલિકાથી સલિયાવડી દરવાજા તેમજ મેઈન બજાર વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિક વ્યવસ્થાને ખોરવી નાખનાર વાહનચાલકો સામે બાલાસિનોર પોલીસે કડક કાર્યવાહી શ‚ કરી છે.

જાહેર રસ્તાઓને પોતાની ખાનગી પાર્કિંગ સમજીને મનફાવે ત્યાં વાહનો ઉભા કરી દેતા લોકોના કારણે બજાર વિસ્તારમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. રાહદારીઓ અને વાહનચાલકોને રસ્તો પસાર થવામાં મુશ્કેલી પડતી હતી, જ્યારે વ્યસ્ત સમયે ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થતી હતી. હવે બાલાસિનોર પોલીસ એક્શન મોડમાં આવી છે. રાજાપુરી દરવાજાથી નગરપાલિકા સુધીનો માર્ગ, નગરપાલિકાથી સલીયાવાડી દરવાજા સુધીનો વિસ્તાર અને મેઈન બજાર સહિતના વિસ્તારોમાં રસ્તો રોકીને પાર્કિંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની કાર્યવાહીથી રસ્તો અમારો, પાર્કિંગ પણ અમા‚ં સમજીને મનમાની કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. જાહેર માર્ગ પર અડચણ ઊભી કરનારાઓ સામે પોલીસની આ કાર્યવાહી સતત ચાલુ રહે અને શહેરમાં ટ્રાફિક શિસ્ત જળવાય તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.