બહેનોએ મોંઘા મેકઅપ થથેડા કરવાની જરૂર નથી,વિશ્વ ઉમિયાધામના મહિલા વિગના ચેરપર્સન

જામનગરમાં સિદસર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાસજાડિયાએ મોટું નિવેદન આપ્યું હતું. પાટીદાર અગ્રણી જેરામ બાપાએ સમાજમાં ચાલતા કુરિવાજોને લઈને ટકોર કરી હતી. તેઓએ કહૃાું હતું કે, પ્રસંગોમાં મહિલાઓ બ્યુટી પાર્લર પર ખોટા ખર્ચાઓ કરે છે. મહિલાઓને ફેશનની દેખાદેખીથી દર રહેવા માટે તેઓ અપીલ કરી હતી. સાથે જ આનંદીબેન પટેલના નિવેદૃન મુદ્દે સમર્થન આપીને કહૃાું કે, કુદરતે આપેલા સૌંદર્યને સ્વીકારો. ત્યારે આ મુદ્દે વિશ્ર્વ ઉમિયાધામના મહિલા િંવગના ચેરપર્સન ડૉ. રૂપલ પટેલનું નિવેદન આવ્યું છે.

જેરામ પટેલના નિવેદન સામે વિશ્ર્વ ઉમિયાધામના મહિલા િંવગના ચેરપર્સન ડૉ.રૂપલ પટેલે કહૃાું કે, મહિલાઓએ બાહૃા સુંદૃરતા કરતા આંતરિક સુંદરતા ઉપર વધુ ફોક્સ કરવું જોઈએ. હું જેરામ પટેલના નિવેદનને સમર્થન આપું છું. મોંઘા મેકઅપના થથેડા કરવાની જરૂર નથી. સામાન્ય રીતે મધ્યમવર્ગના પરિવારની દીકરીઓ વધુ ખર્ચ કરતી નથી. પણ અપર ક્લાસની દીકરીઓ, મહિલાઓ વધુ ખર્ચ કરે છે. મારું તેમને કહેવું છે કે તેઓ બાહૃા સુંદરતાને બદલે આંતરિક સુંદરતાને પ્રાધાન્ય આપે.

તો આનંદીબેન પટેલના નિવેદન સામે ડો. રૂપલ પટેલે કહૃાું કે, પાટીદૃારોએ તો એક થવું જ જોઈએ. પણ હું તેમનાથી એક સ્ટેપ વધુ ઉપર જઈ તમામ હિન્દૃુઓને એક થવાનો સંદૃેશ આપીશ. પહેલા હિન્દૃુઓની સંખ્યા, આજની સંખ્યા અને ભવિષ્યની સંખ્યામાં ખૂબ મોટો તફાવત છે. આ કારણે ભવિષ્યમાં હિન્દૃુઓ માઇનોરિટીમાં આવી જશે. આજકાલ તો ‘ડબલ ઈક્ધમ, નો ચિલ્ડ્રન ના વિચારો હિન્દૃુઓમાં પ્રચલિત છે. હું તો કહું છું કે એક નહી પણ, બેથી વધુ બાળકો લાવો. નહીંતર ભવિષ્યમાં હિન્દૃુઓ ખતરામાં આવશે. લગ્ન નોંધણીમાં માતાપિતાના રોલનો નિયમ લાવવા બદલ વિશ્ર્વ ઉમિયાધામના ડો.રૂપલ પટેલે સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો. તેઓએ કહૃાું કે, અનેક વિધર્મી છોકરાઓનું ધ્યેય નથી હોતું, જેથી તેઓ છોકરીઓને ફસાવે છે. દૃીકરીઓ જાતે કોર્ટ મેરેજ કરી પાછળથી ભાગી જતી હતી. ભાગી ગયા બાદ વોટ્સઅપ ઉપર સર્ટિફિકેટ મોકલાવી દૃેતી હતી. આવી સ્થિતિમાં માતાપિતા ક્યાય મોઢું બતાવવા લાયક રહેતા નહોતા. હવેથી આવું નહિ થઈ શકે, સરકારનો ખુબ ખુબ આભાર.