પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રીઓની સુવિધાને ઘ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેના હેઠળ એક અગત્યની લાંબા અંતરની ટ્રેનને પંચમહાલ જિલ્લાના બે સ્ટેશનો પર વધારાનુ રોકાણ મંજુર કર્યુ છે. જેમાં ટ્રેન નં.-19079/19020 બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર એકસપ્રેસને ચાંપાનેર રોડ પર અને ખરસાલીયા સ્ટેશનો પર વધારાનો સ્ટોપ અપાયો છે. આ વધારાના સ્ટોપેજનો અમલ 10 ડિસેમ્બરથી કરવામાંઆવશે. ટ્રેન નં.-19019 બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર એકસપ્રેસ 10 ડિસેમ્બરના રોજ બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કર્યા બાદ ચાંપાનેર રોડ સ્ટેશને 7.18 વાગ્યે આવશે. અને 7.19 વાગ્યે પ્રસ્થાન કરશે.બાદ તે ખરસાલીયા સ્ટેશને 7.48 વાગ્યે આવશે અને 7.49 વાગ્યે પ્રસ્થાન કરશે. 10 ડિસેમ્બરના રોજ હરિદ્વારથી પ્રસ્થાન કરનારી ટ્રેન નં.-19020 હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ ખરસાલીયા સ્ટેશને બપોરના 1.01 વાગ્યે પહોંચશે. અને 1.02 વાગ્યે પ્રસ્થાન કરશે.બાદ તે ચાંપાનેર રોડ સ્ટેશને બપોરે 1.20 વાગ્યે પહોંચશે. અને 1.21 વાગ્યે બાંદ્રા ટર્મિનસ તરફ આગળ વધશે.