
શિક્ષણ ક્ષેત્રે આધુનિક ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપક અને અસરકારક ઉપયોગ વધારવાની દિશામાં અમરેલી શહેરના ઈશ્વરિયા નજીક આવેલી ‘ડા. કલામ ઇનોવેટિવ સ્કૂલ’ દ્વારા એક અનોખી ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. શાળા દ્વારા સૌરાષ્ટ્રની પ્રથમ વીઆર (વર્ચ્યુઅલ રિયાલિટી) લેબ અને છૈં-સક્ષમ ૧૦ અદ્યતન ૭ડી ચેરનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવતર સુવિધાના કારણે હવે વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ભૂગોળ અને ઇતિહાસ જેવા જટિલ વિષયો માત્ર પુસ્તકોમાં વાંચીને ગોખવાના બદલે પ્રત્યક્ષ વર્ચ્યુઅલ અનુભવની મદદથી આસાનીથી શીખી શકશે. સૌથી ખાસ અને સરાહનીય બાબત એ છે કે આ અદ્યતન સુવિધાનો લાભ અમરેલી જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ માટે તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
સામાન્ય રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન વિજ્ઞાનના અઘરા સિદ્ધાંતો કે ઇતિહાસના ચિત્રો અને વર્ણનો સમજીને યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય છે. ડા. કલામ ઇનોવેટિવ સ્કૂલની આ અદ્યતન ફઇ લેબમાં ૩૦૦થી વધુ શૈક્ષણિક વિષયોને વર્ચ્યુઅલ રિયાલિટીની મદદથી આંખોની સામે તદ્દન સાચા જ હોય તે રીતે જીવંત નિહાળવાની તક મળે છે. આ લેબમાં સ્થાપિત ૧૦ એઆઇ-સક્ષમ ૭ડી ચેર ૩૬૦ ડિગ્રી રોટેશન, વાઇબ્રેશન અને વિવિધ સંવેદનાત્મક આબોહવાકીય અસરો થી સજ્જ છે. ઓક્ મદદથી વિદ્યાર્થીઓ વિષયવસ્તુના દ્રશ્યોમાં પ્રવેશીને જાણે તે ઐતિહાસિક કે વૈજ્ઞાનિક ઘટનાનો પોતે જ એક પ્રત્યક્ષ ભાગ હોય તેવી અદ્ભુત અનુભૂતિ મેળવી શકે છે.
આ ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની બહારનો રોમાંચક અનુભવ પૂરો પાડવામાં આવે છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની અતિ મહત્વની ઘટના ‘દાંડીકૂચ’ માં સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ઐતિહાસિક યાત્રાનું વાતાવરણ વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી લાઈવ અનુભવી શકશે. ભૂકંપ દરમિયાન ધરતીમાં થતા કંપનો અને આંચકાઓનો સુરક્ષિત અનુભવ મેળવીને કુદરતી આપત્તિઓ અંગે વૈજ્ઞાનિક જ્ઞાન મેળવી શકશે. સમુદ્રના તળિયાની જીવસૃષ્ટિનો અનુભવ વોટર સ્પ્રે અને ચેર રોટેશન ટેકનોલોજી દ્વારા અત્યંત રોમાંચક બનાવવામાં આવ્યો છે.
શાળાના સંચાલક જય કાથરોટિયાએ જણાવ્યું હતું કે, બાળકો સામાન્ય વાચન કરતા દ્રશ્ય અને અનુભવ આધારિત માધ્યમથી વિષયોને કાયમ માટે યાદ રાખી શકે છે. આ આધુનિક ટેકનોલોજીનો લાભ માત્ર ચોક્કસ કે મોટા શહેરના વિદ્યાર્થીઓ સુધી સીમિત ન રહેતાં અમરેલી જિલ્લાના છેવાડાના ગામડાઓમાં ભણતા બાળકો સુધી પહોંચે તે અમારો મુખ્ય હેતુ છે.
ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના સહયોગથી આકાર પામેલી આ સુવિધા શાળાએ પોતાના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે તમામ શાળાઓના બાળકો અને વાલીઓ માટે મફત ખુલ્લી મૂકી છે. લેબ શરૂ થયાના પ્રથમ જ મહિનામાં ૭૦૦થી વધુ અન્ય શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાત લઈને આ નવતર ટેકનોલોજીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો છે.
અગાઉ ‘ટેકનોરથ સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવનાર ડા. કલામ ઇનોવેટિવ સ્કૂલે આ આધુનિક ફઇ અને એઆઇ આધારિત ૭ડી લેબ દ્વારા શિક્ષણને વધુ રસપ્રદ, અનુભવ આધારિત અને સરળ બનાવી ડિજિટલ એજ્યુકેશન ક્ષેત્રે એક નવો આયામ સ્થાપિત કર્યો છે.