
અમદાવાદના ચાંદખેડામાં ગુજરાત હાઉસિંગ શાકમાર્કેટ પાસે આવેલા બગીચાની ઝાડીઓમાં ચાલતા જુગારધામ પર પોલીસ કંટ્રોલ બોર્ડની ટીમે દરોડો પાડ્યો હતો. ૧૫ ઓક્ટોબરે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે નાસભાગ વચ્ચે ૧૨ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જાકે, જુગાર રમાડવાનો આરોપ ધરાવતો મુખ્ય સૂત્રધાર હર્ષદ બળદેવભાઈ રાવત તેના સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો.
પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બપોરે બાતમી મળી હતી કે ચાંદખેડાના ગુજરાત હાઉસિંગ શાકમાર્કેટ પાસે આવેલા બગીચાની ઝાડીઓમાં કેટલાક લોકો ભેગા થઈને જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને સ્થળ પર દરોડો પાડ્યો હતો.
પોલીસની ટીમ સ્થળ પર પહોંચતાં જ એક શખ્સે બૂમ પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે પીછો કરીને ૧૨ લોકોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય કેટલાક શખ્સો ભાગી છૂટ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન હર્ષદ બળદેવભાઈ રાવત જુગાર રમાડતો હોવાની કબૂલાત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન હર્ષદ પોતાનો એક મોબાઇલ ફોન સ્થળ પર મૂકીને સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો.
પોલીસે સ્થળ પરથી રૂ. ૬૩,૭૦૦ રોકડા, ૧૪ મોબાઇલ ફોન, ૬૫ પત્તાં અને પ્લાÂસ્ટકના મેણિયાં સહિત કુલ રૂ. ૧,૯૪,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફરાર મુખ્ય આરોપી અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે