અમદાવાદના ભદ્ર પ્લાઝા પર એએમસીનું દબાણ હટાવ ઝુંબેશ, કોર્ટના આદેશ અનુસાર કરાઇ કાર્યવાહી

દિવાળીના તહેવાર નિમિત્તે ભદ્ર ખાતે આવતા ખરીદારોની સુવિધાઓ માટે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર “કેરેજ વે” ઉપર કોઈ પણ પ્રકારનું વેન્ડિંગ ના થાય અને બજારમાં આવતા લોકોને સુવિધા રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ૬ ઇન્સ્પેક્ટર – સબ ઇન્સ્પેક્ટર, ૪ દબાણ ગાડી અને ૨૫ મજૂરો સાથે ભદ્રના રસ્તા ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ અને વેન્ડિંગ ના થાય તે શું સુનિશ્ચિત કરવા ખાસ આયોજન કરેલ છે.

નામદાર સુપ્રીમ કોર્ટના આદેશમાં જણાવ્યા અનુસાર “કેરેજ વે” પર કોઈપણ પ્રકારની અડચણ ના હોય તે માટે સ્થાનિક પોલીસની મદદ મેળવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ કાર્યરત છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી ડેપ્યુટી મ્યુનિ. કમિશનર મધ્ય ઝોનની રાહબરી હેઠળ અમદાવાદના ભદ્ર બજારમાં એએમસી મધ્ય ઝોનના એસ્ટેટ ડિપાર્ટમેન્ટની વિશેષ દબાણ હટાવવાની કામગીરી કરાઇ હતી. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેરેજ વે પર વેન્ડિંગ અને દબાણ અટકાવવા મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની વિશેષ ઝુંબેશ ચાલી હતી.

દિવાળીના તહેવાર નિમિત્તે ભદ્ર બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં આવતા નાગરિકો અને ખરીદદારોને અવરજવરમાં સરળતા રહે તેમજ ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા વિશેષ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ભદ્ર વિસ્તારના કેરેજ વે (રસ્તાના વાહનવ્યવહાર માટેના માર્ગ) પર કોઈપણ પ્રકારનું વેન્ડિંગ કે દબાણ ન થાય અને જાહેર માર્ગો અવરોધમુક્ત રહે તે સુનિશ્ચિત કરવા માટે તારીખ ૧ નવેમ્બર, ૨૦૨૬, રવિવારના રોજ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કામગીરી માટે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ૬ ઇન્સ્પેક્ટર અને સબ-ઇન્સ્પેક્ટર, ૪ દબાણ ગાડીઓ તેમજ ૨૫ મજૂરોની ટીમ તૈનાત કરવામાં આવી હતી. ભદ્ર બજારમાં ખરીદી માટે આવતા નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ રસ્તા પર વાહનવ્યવહાર અને રાહદારીઓની અવરજવર સુચારુ રીતે જળવાઈ રહે તે માટે સમગ્ર વિસ્તારમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થાય અને કેરેજ વે પર કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે માટે સ્થાનિક પોલીસની મદદ પણ મેળવવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસના સહયોગથી રસ્તા પરના દબાણો દૂર કરવાની તેમજ જાહેર માર્ગો ખુલ્લા રાખવાની કામગીરી કરવામાં આવી હતી.આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બેગ-ટ્રોલી નંગ-૨૪, છત્રી નંગ-૪, છત્રીના સ્ટેન્ડ નંગ-૨૦, કાપડની ડમી નંગ-૫, પ્લાસ્ટિકનો ખાલી થેલો નંગ-૧, લેન્ગીશ પોટલું નંગ-૧, તોરણની થેલી નંગ-૧, નાની ખાટલી નંગ-૨, ધોડી નંગ-૧, ખાટલો નંગ-૨, લોખંડનો સળિયો નંગ-૨ તેમજ પ્લાસ્ટિકની ખુરશી નંગ-૧ સહિત કુલ ૬૩થી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવારો દરમિયાન ભદ્ર બજાર સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં નાગરિકોની સુવિધા, સલામતી અને સુચારુ અવરજવર જળવાઈ રહે તે માટે દબાણ નિયંત્રણની કામગીરી સતત કરવામાં આવી રહી છે.