
ગુજરાતી સિંગરની બદનામી ફરિયાદના કેસમાં અમદૃાવાદના નાના ચિલોડાની જાણીતી સિંગરની સગાઈ દૃુબઈમાં યુવકના અન્ય યુવતી સાથેના સંબંધોને કારણે તૂટી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સુરેન્દ્રનગરની પૂનમ ઝાલા નામની મહિલા સામે સોશિયલ મીડિયા પર બદનામ કરતી બિભત્સ કોમેન્ટો કરવાનો આરોપ છે. નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નાના ચિલોડા વિસ્તારમાં રહેતી અને ગુજરાતી ગાયક કલાકાર તરીકે કારકિર્દૃી ધરાવતી યુવતીની વર્ષ ૨૦૨૪માં સમાજના રીત-રિવાજ મુજબ સગાઈ થઈ હતી. સગાઈ બાદ યુવક દૃુબઈ નોકરી અર્થે જતો રહૃાો હતો.
સગાઈ પૂર્વે યુવકે એક યુવતી સાથે માત્ર મિત્રતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ બાદમાં તે દૃુબઈમાં એ યુવતીને મળતો હોવાનું સામે આવ્યું હતું. આ કારણે ગાયિકાએ વાતચીત બંધ કરી દૃીધી હતી.
આ સગાઈ તૂટવાનો વિવાદ વધતાં યુવકના પરિવારે સગાઈ ન તોડવા દબાણ કર્યું હતું. આખરે બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં સગાઈનો ખર્ચ પરત આપી દાગીના પરત લઈ લેવાની સ્પષ્ટતા સાથે સંબંધ તોડી નખાયો હતો.
સગાઈ તૂટ્યા પછી જાન્યુઆરી-૨૦૨૬ થી જુલાઈ-૨૦૨૬ દરમિયાન સુરેન્દ્રનગરના લીંબડી ખાતે રહેતી પૂનમ ક્રિપાલિંસહ ઝાલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે ગાયિકાના પબ્લિક પેજ તેમજ મિત્રોની પોસ્ટ્સ પર અંગ્રેજીમાં અપશબ્દૃો અને અસભ્ય લખાણો લખ્યાનો આરોપ છે. સગાઈ તૂટવાની અદૃાવતમાં આ સોશિયલ મીડિયા બિભત્સ કોમેન્ટ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
આરોપ મુજબ નાણાકીય લેવડદૃેવડ અને બદલો લેવાના આશયથી આ કૃત્ય કરવામાં આવ્યું હતું. ગાયિકા ઉપરાંત તેના માતા-પિતા અને ભાઈની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે મહિનાઓ સુધી માનસિક ત્રાસ અપાતો રહૃાો હોવાનું કહેવાયું છે. આ સિંગર પરિવાર બદૃનામીના મામલે ગાયિકા કંટાળી ગઈ હતી.
ગુજરાતી સિંગર બદનામી ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં આખરે ગાયિકાએ નરોડા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને લેખિત ફરિયાદ નોંધાવી છે. આ નરોડા પોલીસ ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. નરોડા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.