
વડોદરા સીએનજી પીએનજી ભાવવધારો લાગુ થતાં દિવાળીના તહેવારો વચ્ચે નાગરિકો પર વધુ એક બોજ પડ્યો છે. વડોદરા ગેસ લિમિટેડ એટલે કે વીજીએલ દ્વારા સીએનજી અને પાઇપલાઇન ગેસ એટલે કે પીએનજીના છૂટક ભાવમાં વધારો કરાયો છે. કંપનીનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય ગેસ ભાવ અને ડોલરના વિનિમય દરમાં વધારાને કારણે આ નિર્ણય લેવાયો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગેલ ગેસ લિમિટેડના સંયુક્ત સાહસ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા છૂટક ભાવમાં ફરી વધારો કરાયો છે. નવા ભાવનો અમલ ૧ નવેમ્બરથી થયો છે.
સીએનજી ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. ૧.૫૦નો વધારો કરાયો છે. વડોદરા જિલ્લામાં અગાઉ રૂ. ૮૯ પ્રતિ કિલોગ્રામે મળતો સીએનજી હવે . ૯૦.૫૦ થયો છે.
પાઇપલાઇન ગેસ ભાવમાં પ્રતિ ઘનમીટર ૫૦ પૈસાનો વધારો થયો છે. અગાઉ રૂ. ૫૫.૭૪ પ્રતિ ઘનમીટરનો ભાવ હવે રૂ. ૫૬.૨૪ (વેટ સિવાય) થયો છે. આથી વાહનચાલકો ઉપરાંત રસોઈ માટે પાઇપલાઇન ગેસ વાપરતા પરિવારોના માસિક બજેટ પર પણ વધારાનો બોજ પડશે.
કંપનીએ ભાવવધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ અને ડોલરના વિનિમય દરમાં થયેલા વધારાને કારણ ગણાવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન આયાતી પ્રવાહી કુદરતી ગેસ (આરએલએનજી)ની લેન્ડેડ િંકમતમાં ૨૬ ટકા અને ઘરેલુ ગેસની િંકમતમાં ૧૯ ટકાનો વધારો થયો છે. અમેરિકી ડોલરના વિનિમય દરમાં ૮ ટકાનો વધારો થતાં ડોલર આધારિત ગેસની િંકમતમાં પણ વધારો થયો છે.
તાજેતરમાં અદૃાણી ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. ૪.૪૫નો વધારો કરાયો હતો. આ દિવાળી મોંઘવારીમાં વાહનચાલકો, રિક્ષાચાલકો, મધ્યમ વર્ગના પરિવારો અને નાના વેપારીઓને વધુ એક ફટકો પડશે.
વર્ષ ૨૦૨૧માં સીએનજીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. ૫૩ હતો, જે હવે વધીને રૂ. ૯૦.૫૦ થયો છે. એટલે કે પાંચ વર્ષમાં પ્રતિ કિલોગ્રામ . ૩૭.૫૦નો વધારો થયો છે. વર્ષ ૨૦૨૨માં પાઇપલાઇન ગેસનો ભાવ પ્રતિ ઘનમીટર રૂ. ૩૫.૬૫ હતો, જે હવે રૂ. ૫૬.૨૪ થયો છે. આમ ચાર વર્ષમાં પ્રતિ ઘનમીટર રૂ. ૨૦.૫૯નો વધારો થયો છે.
વીજીએલ દ્વારા શહેરમાં ૨.૮૨ લાખ ઘરો, ૩ હજાર વ્યાપારી એકમો અને ૭૧ ઔદ્યોગિક એકમોને પાઇપલાઇન ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
કંપની રોજ ૧.૬૦ લાખ કિલોગ્રામથી વધુ સીએનજીનું વિતરણ કરે છે અને ૧.૧૫ લાખથી વધુ વાહન ગ્રાહકોની જરૂરિયાત પૂરી પાડે છે. આટલા મોટા ગ્રાહકવર્ગ પર ભાવવધારાની સીધી અસર થશે. દિવાળીના તહેવાર દરમિયાન જ ગેસના ભાવ વધતાં નાગરિકોએ ઘરખર્ચ અને વાહનના ઇંધણ પાછળ વધુ નાણાં ફાળવવા પડશે.