રાજકોટમાં પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સાથે ઓળખાણના નામે ઉઘરાણી, કંપનીના માલિક પાસેથી ૧ લાખ પડાવ્યા

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરીને શાપર સ્થિત એક કંપનીના માલિક પાસેથી રૂપિયા પડાવવાના કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચએ બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ કંપનીના માલિક પાસે રૂ. ૩૦ લાખની માગણી કરી હતી અને તેમાંથી રૂ. ૧ લાખ બળજબરીથી મેળવ્યા હોવાનો આરોપ છે.

મળતી માહિતી મુજબ, શાપરમાં પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. આરોપીઓએ કંપની વિરુદ્ધ ખોટી અરજી કરી હતી. ત્યારબાદૃ જીપીસીબીના મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરીને કંપનીને પ્રદૃૂષણ બોર્ડ તરફથી હેરાનગતિ ન થાય તે માટે રૂ. ૩૦ લાખની માગણી કરી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદ મુજબ, માગેલી રકમ નહીં ચૂકવવામાં આવે તો કંપનીમાં આવીને મારપીટ કરવાની અને કોઈની હત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત જીએસટી અને આવકવેરા વિભાગમાં ફરિયાદ કરવાની, એટ્રોસિટી હેઠળ ફરિયાદનોંધાવવાની તથા સોશિયલ મીડિયા પર કંપનીની બદનામી કરવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. આ રીતે કંપનીના માલિક પાસેથી રૂ. ૧ લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે શાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ એલસીબીએ પ્રતાપ મગનભાઈ સોલંકી (રહે. લક્ષ્મણ ટાઉનશિપ, જીવરાજ પાર્ક) અને ધી‚ રામજીભાઈ ચાવડા (રહે. પારડી)ની ધરપકડ કરી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના જણાવ્યા અનુસાર, આરોપી ધી‚ કંપનીમાં જ કામ કરતો હતો. શરૂઆતમાં પ્રતાપની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન આ કેસમાં ધી‚ની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.