અમદાવાદમાં નવી ડિમોલિશન પોલિસી તૈયાર,હવે બાંધકામ તોડતાં પહેલાં ૭ દિવસની નોટિસ ફરજિયાત

અમદાવાદ શહેરમાં જૂનાં અને જર્જરિત બાંધકામો તોડવાની કામગીરી માટે હવે નવા નિયમોનું પાલન કરવું પડશે. શહેરમાં ૫૦થી ૬૦ વર્ષ જૂનાં મકાનો તોડીને નવાં બાંધકામ કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. આ દરમિયાન ડિમોલિશનથી ઊભી થતી ધૂળ, હવાનું પ્રદૂષણ, ટ્રાફિક અને સલામતી સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા ‘અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-૨૦૨૬’ તૈયાર કરવામાં આવી છે. આ નીતિ અમલમાં આવ્યા બાદ બાંધકામ તોડવા માટે નિર્ધારિત નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે.

અમદાવાદમાં અત્યાર સુધી જૂનાં બાંધકામો તોડી પાડવા માટે ચોક્કસ નીતિ-નિયમો ન હોવાથી ઘણી જગ્યાએ આડેધડ કામગીરી થતી હતી. તેના કારણે રસ્તા પર દબાણ, ટ્રાફિક અને

હવાના પ્રદૂષણ જેવી સમસ્યાઓ ઊભી થતી હતી.ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલના જણાવ્યા અનુસાર, નવી નીતિ હેઠળ ડિમોલિશનની કામગીરી માત્ર દિવસના સમયે જ કરી શકાશે. રાત્રિના સમયે સાઇટ પર પૂરતી લાઇટિંગની વ્યવસ્થા રાખવી પડશે. મકાન કે અન્ય બાંધકામ તોડવાનું શરૂ કરતાં પહેલાં ઓછામાં ઓછા ૭ દિવસ અગાઉ છસ્ઝ્રને ફોટોગ્રાફ્સ અને જરૂરી વિગતો સાથે જાણ કરવી પડશે.

આ ઉપરાંત, ડિમોલિશન દરમિયાન ધૂળનું પ્રદૂષણ ન ફેલાય અને કામદારો તથા આસપાસના લોકોની સલામતી જળવાય તે માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. બાંધકામના ક્ષેત્રફળ અને ઊંચાઈના આધારે તેને પાંચ શ્રેણીમાં વહેંચવામાં આવ્યું છે. તે મુજબ અલગ-અલગ નિયમો લાગુ પડશે. તોડકામ દરમિયાન નીકળતા કાટમાળને ઢાંકીને રાખવો પડશે અને ૪૮ કલાકની અંદર તેનો નિકાલ કરવો પડશે.

નવી નીતિ હેઠળ ડિમોલિશન શરૂ કરતાં પહેલાં માલિક અથવા સંબંધિત પક્ષે એએમસીને જાણ કરવાની સાથે બાંધકામ અંગેની વિગતો પણ આપવી પડશે. કામગીરી દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ, સલામતી અને કાટમાળના નિકાલ માટે નીચેના નિયમોનું પાલન કરવાનું રહેશે.

અગાઉથી જાણઃ ડિમોલિશન શરૂ થાય તેના ઓછામાં ઓછા ૭ દિવસ પહેલાં એએમસીઝ્રને જાણ કરવી પડશે.,જરૂરી વિગતોઃ બાંધકામના ફોટોગ્રાફ્સ, ફ્લોર એરિયા અને તેનો ઉપયોગ સહિતની માહિતી રજૂ કરવી પડશે.,ધૂળ નિયંત્રણઃ સાઇટ પર ડસ્ટ બેરિયર અને વિન્ડશિલ્ડ લગાવવાની સાથે પાણીનો છંટકાવ તથા રસ્તાઓની નિયમિત સફાઈ કરવી પડશે.,કટિંગ દરમિયાન તકેદારીઃ કટિંગ, ગ્રાઇન્ડીંગ અને ડ્રિલિંગ જેવી કામગીરી વખતે ધૂળ ફેલાતી અટકાવવા ખાસ નિયંત્રણ પ્રણાલીનો ઉપયોગ કરવો પડશે.,યુટિલિટી કનેક્શનઃ તોડકામ પહેલાં પાણી, વીજળી અને ગેસનાં જોડાણો અંગે જરૂરી વ્યવસ્થા કરવી પડશે.,કાટમાળનો નિકાલઃ નીકળેલા કાટમાળને નિયત પ્રોસેસિંગ સેન્ટર સુધી પહોંચાડવો પડશે અને તેની નોંધ માટે લોગ બુક જાળવવી પડશે.,સ્ટ્રક્ચરલ એન્જીનિયરઃ ઊંચી ઇમારતો તોડતી વખતે સ્ટ્રક્ચરલ એન્જીનિયરની હાજરી ફરજિયાત રહેશે.,ચેતવણીનાં બોર્ડઃ ડિમોલિશન સાઇટ પર લોકોને સાવચેત કરતા ચેતવણી બોર્ડ લગાવવાના રહેશે.,સલામતીનાં સાધનોઃ સ્થળ પર બેરિકેડિંગ અને સેફ્ટી નેટની વ્યવસ્થા કરવી પડશે. કામદારોને હેલ્મેટ, બૂટ સહિતનાં સુરક્ષા સાધનો આપવા પડશે.,આસપાસની મિલકતોની સુરક્ષાઃ ડ્રેનેજ, પાણીની લાઇનો અને નજીકની મિલકતોને નુકસાન ન થાય તેની તકેદારી રાખવી પડશે.,નુકસાનની જવાબદારીઃ ડિમોલિશન દરમિયાન આસપાસની મિલકતને નુકસાન થાય તો તેની જવાબદારી માલિક અને સંબંધિત પક્ષોની રહેશે.

નવી ડિમોલિશન પોલિસીમાં કાટમાળના રિસાઇકલિંગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઊંચી શ્રેણીમાં આવતા બાંધકામ તોડવાથી નીકળતા કાટમાળમાંથી ઓછામાં ઓછા ૧૫ ટકાનો પુનઃઉપયોગ કરવો પડશે. જાકે, રિસાઇકલ કરેલી સામગ્રીનો ઉપયોગ કરતી વખતે નવાં બાંધકામની ગુણવત્તા અને નિર્ધારિત માપદંડો સાથે કોઈ બાંધછોડ ન થાય તેની કાળજી રાખવાની રહેશે.મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટ, ટાઉન પ્લાનિંગ એક્ટ અથવા અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ કરવામાં આવતી ડિમોલિશનની કામગીરીને આ નવી પોલિસીના નિયમોમાંથી મુÂક્ત આપવામાં આવી છે.

આ નવી નીતિ માત્ર મકાનમાલિકો પૂરતી મર્યાદિત નથી. તેમાં ડેવલપર્સ, કોન્ટ્રાક્ટરો, ડિમોલિશન એજન્સીઓ, એએમસીમાં નોંધાયેલા એન્જીનિયરો અને સ્ટ્રક્ચરલ એન્જીનિયરોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રોજેક્ટ એજન્સીઓ, યુટિલિટી સર્વિસ એજન્સીઓ, કાટમાળનું પરિવહન કરતા લોકો અને અધિકૃત પ્રોસેસિંગ યુનિટોએ પણ સંબંધિત નિયમોનું પાલન કરવું પડશે.