અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને “રોકડ રાખવી પ્રતિબંધિત” કહીને ઠગતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં મુસાફરોની સુરક્ષા અને ઠગાઈ અટકાવવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ચાલુ રહેલા સતત અભિયાનમાં એક મોટી સફળતા મળી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને “ટ્રેનમાં રોકડ રાખવી પ્રતિબંધિત છે” એવું કહીને લાખોની ઠગાઈ કરતી આંતરરાજ્ય ગેંગના બે સક્રિય સભ્યોને આરપીએફે ઝડપી પાડ્યા છે.આ ગેંગ ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશ જતા ઓછા શિક્ષિત મજૂર વર્ગના મુસાફરોને નિશાન બનાવતી હતી. આરોપીઓએ મુસાફરો પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને બેંક ખાતાની વિગતો હડપી લીધી હતી.

આરોપીઓ મુસાફરો સાથે તેમની જ ભાષામાં વાત કરીને વિશ્વાસ મેળવતા હતા. તેઓ કહેતા કે રેલવે નિયમ મુજબ રોકડ રકમ સાથે ફરવું પ્રતિબંધિત છે અને તેને રેલવેના “સ્માર્ટ કાર્ડ”માં જમા કરાવવી પડે છે. આ બહાને તેમણે એક મુસાફર પાસેથી ૧૨,૦૦૦ રોકડઅને મોબાઈલ ફોન લઈ લીધા હતા.આ સિવાય બીજા મુસાફર પાસેથી ૩,૦૦૦ રોકડ,મોબાઈલ,બેંક ખાતામાંથી લગભગ ૧,૦૦,૦૦૦ની છેતરપિંડી કરી હતી.

આ આરોપીઓ નકલી ૫૦૦ની કૂપન નોટો બતાવીને “કાર્ડ બનાવી દીધું” એવું નાટક કરીને મુસાફરને વિશ્વાસ અપાવતા અને પછી ફરાર થઈ જતા.બે મુસાફરોએ આરપીએફ પોસ્ટ અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવી ત્યારબાદ વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત, અમદાવાદના માર્ગદર્શન હેઠળની વિશેષ ટીમ રચાઈ હતી.જેમાં સ્ટેશનના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી ચાર શંકાસ્પદ વ્યકિતઓની ઓળખ કરી હતી.સઘન શોધખોળ દરમિયાન આ બે આરોપીઓ પકડાયા હતા.

આ આરોપીઓની ઓળખપરેશ કુમાર પટેલ અને કાઉડા તરીકે થઈ છે.પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે તેઓ મિટ્ટુ સિંહ અને પ્રિન્સ સહિતના સાથીઓ સાથે મળીને અમદાવાદ, સાબરમતી, દિલ્હી, સિકંદરાબાદ, હૈદરાબાદ, જયપુર, ભોપાલ, સુરત જેવા મોટા સ્ટેશનો પર આ ઠગાઈ કરતા હતા.

આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલી સામગ્રીમાં ૧,૦૩,૧૫૦ રોકડ,૦૪ મોબાઈલ ફોન,૦૨ બેગ અને ૮૪ નકલી ૫૦૦ની કૂપન નોટો મળી આવી હતી.બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે ય્ઇઁ અમદાવાદને સોંપવામાં આવ્યા છે, અને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.