અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વકરી રહી છે, જેનું કારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચારેતરફ આડેધડ કરાઈ રહેલુ ખોદકામ છે. એક રસ્તો માંડ કાઢો, ત્યા અમદાવાદમાં બીજા રસ્તા પર ડાયવર્ઝન નીકળે તેવી હાલત છે. આવામાં અમદાવાદીઓ છેલ્લા કેટલાક સમયથી હેરાન પરેશાન થઈ ગયા છે. કોઈ પણ આયોજન વગર મહાનગરપાલિકા ખોદકામ કરી રહી છે. ત્યારે સાપ્તાહિક બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓને ખખડાવી કાઢ્યા હતા. તેઓએ અધિકારીઓને કહ્યું કે, જરા તો વિચારો કે શહેરીજનોને બંધ રોડને કારણે કેટલી તકલીફ છે.
અમદાવાદમાં સતત વધી રહેલા વાહનોને કારણે દિન પ્રતિદિન શહેરમાં ટ્રાફીકની સમસ્યા અત્યંત ગંભીર રીતે વધી રહી છે. તેમાં પણ શહેરમાં વિવિધ ઠેકાણે ચાલતા લાયઓવરના ધીમી ગતિના કામ લોકોને મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. આમ તો તંત્ર ટ્રાફિકની સરળતા માટે જ લાયઓવર બનાવતુ હોય છે. પરંતુ એએમસી અને ટ્રાફીક પોલીસ સહીતના વિભાગો વચ્ચેના સંકલનના અભાવ, કોન્ટ્રાક્ટરો દ્વારા ધીમી ગતીએ કરવામાં આવતા કામ દરરોજ લાખો લોકોની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે.
તેમાં પણ ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષ બ્રિજના કારણે પહેલા જ પૂર્વ પશ્ર્ચિમ અમદાવાદનો ટ્રાફીક પ્રભાવિત થયો છે, ત્યારે હવે બુલેટ ટ્રેન કોરીડોરની કામગીર માટે શાહીબાગ અંડરપાસ પણ બંધ કરાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ત્યારે આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્ર્નરે સાપ્તાહીક સમિક્ષા બેઠકમાં અધિકારીઓને ખખડાવ્યા છે.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની બ્રિજ વિભાગના અધિકારીઓ ઉપર ખફા જોવા મળ્યા હતા. અધિકારીઓ સાથેની વીકલી રીવ્યુ બેઠકમાં બ્રિજ વિભાગના એડીશનલ ઈજનેરને તેમણે કહ્યું, ‘તમારા અણઘડ આયોજનના કારણે અમદાવાદના લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. સુભાષ બ્રિજ બંધ કર્યા પછી શાહીબાગ અંડરપાસ બંધ કરાયો. જરા તો વિચારો કે શહેરીજનોને બંધ રોડના કારણે કેટલી તકલીફ પડી રહી છે.’
ડેપ્યુટી કમિશનર કંઈક કહેવા જતા કમિશનરે તેમને અટકાવીને ખખડાવી નાંખ્યા કે, ‘દલીલ ના કરતા કોઈપણ નિર્ણય લેતા પહેલા ચોકક્સ પ્લાનીંગ કરી લોકો સમક્ષ મુકો તો લોકોની હેરાનગતિ પણ ઓછી થાય.’
આમ, નવા વર્ષે પહેલી વીકલી રીવ્યુ બેઠકમાં મ્યુનિ.કમિશનરે નવા વર્ષમાં ટ્રાફિક, પાકગ ઉપરાંત ગ્રીનરી અને એર પોલ્યુશનના પ્રોજેકટ ઉપર ખાસ યાન રાખવા સુચના આપી હતી.