અફઘાનિસ્તાને નૂર ખાન બેઝ પર હુમલો કર્યો,૩૫ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે હુમલાઓમાં રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી બંને દેશોની સેનાઓ સામસામે છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે સોમવારે એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે અફઘાન વાયુસેનાએ અનેક પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર ચોકસાઈથી હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહીથી બંને પડોશી દેશો વચ્ચેની પરિસ્થિતિ  વધુ ખરાબ થઈ છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે હુમલાઓમાં રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું. બલુચિસ્તાનના ક્વેટામાં ૧૨મા ડિવિઝન મુખ્યાલય અને ખૈબર પખ્તુનખ્વાના મોહમંદ એજન્સીમાં ખ્વાઝાઈ કેમ્પ પર પણ બોમ્બમારો કરવામાં આવ્યો હતો. તાલિબાનનો દાવો છે કે તેઓએ પાકિસ્તાનમાં અન્ય ઘણા મહત્વપૂર્ણ લશ્કરી કમાન્ડ સેન્ટરોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી પાકિસ્તાની સેના દ્વારા તાજેતરના ઘૂસણખોરીનો બદલો છે. પાકિસ્તાને તાજેતરમાં કાબુલ અને બગરામ એરબેઝ પર હુમલો કર્યો. મંત્રાલયે ચેતવણી આપી છે કે જા પાકિસ્તાન ફરીથી અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરશે અથવા કોઈપણ આક્રમક કાર્યવાહીમાં જાડાશે, તો તેને વધુ મજબૂત અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે.

પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે ખુલ્લું યુદ્ધ જાહેર કરતાં આ તણાવ વધુ વધ્યો. શુક્રવારે પાકિસ્તાને કાબુલ અને કંદહારમાં હવાઈ હુમલા કર્યા. અફઘાન સેનાએ થોડા કલાકો પછી જ જવાબી હુમલો શરૂ કર્યો. રાવલપિંડીનું નૂર ખાન એરબેઝ પાકિસ્તાન વાયુસેના માટે મહત્વપૂર્ણ છે. મે ૨૦૨૫ માં ભારતના ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પણ તેને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે બેઝના માળખાને નોંધપાત્ર નુકસાન થયું હતું.

ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ, તાલિબાને રાતોરાત થયેલા હુમલાઓમાં ૩૨ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેની ૨૦૩ મન્સૂરી, ૨૦૧ સિલાબ અને ૨૦૫ અલ-બદ્ર કોર્પ્સે આ કામગીરી હાથ ધરી હતી. કામગીરી દરમિયાન, ૧૦ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા, ૧૦ ઘાયલ થયા અને ચાર લશ્કરી ચોકીઓ સંપૂર્ણપણે નાશ પામી. અફઘાન સેનાએ બે પાકિસ્તાની લશ્કરી ડ્રોનને પણ તોડી પાડ્યા હતા.

નાયબ પ્રવક્તા સેદીકુલ્લાહ નસરાતે જણાવ્યું હતું કે સેનાએ નંગરહાર, પકિત યા, ખોસ્ત અને કંદહાર પ્રાંતમાં દુશ્મન સામે લેસર હથિયારો અને આધુનિક સાધનોનો ઉપયોગ કર્યો હતો. હાલમાં, આ હુમલાઓને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ પ્રવર્તે છે.