આદિવાસી સમાજના રિવાજો અને સંતરામપુરના વેપારીઓમાં ભાવ બાબતમાં તફાવત જોવાતા લગ્નની સિઝનનો વ્યાપાર ૫૦% ઘટ્યો

સંતરામપુર પંથક એટલે એપ્રિલ મે અને જૂન ત્રણ મહિનામાં આદિવાસી સમાજમાં સૌથી વધારે લગ્ન પ્રસંગો થતા હોય છે અને સંતરામપુર તાલુકાના મોટાભાગના વેપારીઓ આ સીઝન ઉપર સૌથી વધારે આશા રાખતા હોય છે, પરંતુ આ વખતે છેલ્લા બે વર્ષથી આદિવાસી સમાજમાં રીતરિવાજો અને ખોટા ખર્ચાઓ ને લઈને સતત અભિયાન ચાલી રહેલું છે. જે આ વખતે જેનું પરિણામ જોવા મળી આવેલું છે. ખરેખર જોવા જાય તો આ વખતે સંતરામપુર તાલુકાના આદિવાસી સમાજમાં કપડાં વાસણ ફર્નિચર તમામ વસ્તુઓ પર મોટા ભાગનો કાપ મૂકવામાં આવેલો છે. આવી કાળજાળ મોંઘવારીમાં ખોટા ખર્ચા પર નિયત્રણ પણ કરવામાં આવી રહી છે. બીજી બાજુ આ વખતે સંતરામપુર તાલુકાના આજુબાજુના તાલુકાના વિસ્તારો અને અન્ય બીજા શહેરો કરતી ખરીદી કરતી વખતે ભાવમાં વધારે તફાવત જોવા મળતા સંતરામપુરના વેપારીમાં આ વખતે ધંધા રોજગારમાં મોટી અસર જોવા મળી આવ્યું છે .

અમારો છેલ્લા ચાર વર્ષથી સતત પ્રયત્નો ચાલી રહ્યો છે કે, આવી મોંઘવારીમાં ખોટા ખર્ચાઓ બંધ કરી દેવા ડીજે તો સંપૂર્ણ બંધ કરેલું છે અને ધીરે ધીરે વાસણ અને અન્ય પ્રથાઓ પણ બંધ કરવાની અમારા પ્રયત્નો ચાલે છે.:- મદનસિંહ ખરાડી, ખરાડી સમાજના અગ્રણી…

લગ્ન પ્રસંગમાં વધારે ખર્ચ કરતા અમે હવે શિક્ષણ અને એજ્યુકેશન પર ભાર આપી રહ્યા છીએ. જેથી કરીને બાળકનું ભવિષ્ય બની રહે જેટલું સાદા થી લગ્ન પતે પ્રસંગ પતે તેવા અમારા પ્રયત્નો ચાલી રહ્યા છે.:- લક્ષ્મણભાઈ તાવીયાડ, તાવીયાડ પરિવાર સંતરામપુર…

અમારો આદિવાસી સમાજ વર્ષોથી સંતરામપુરમાં ખરીદી કરી રહ્યા છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ખરીદી દરમિયાનમાં સંતરામપુર તાલુકાના આજુબાજુના પણ નજીકના ગામો ફતેપુરા સંજેલી ગોધરા સેવલીયા એકબીજાના સંબંધી પૂછપરછમાં સંપર્કમાં આવતા જાણવા મળ્યું કે, સંતરામપુરમાં વેપારી જોડેથી ખરીદી કરવામાં અમને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. મોટાભાગનો ભાવમાં તફાવત જોવા મળી આવેલો છે, હવે અમે ખરીદી પણ કુટુંબના ભેગા થઈને યોગ્ય લાગે તો કરીએ છીએ બહારથી.:- માનસિંગભાઈ, સમાજના અગ્રણી…

ગત વર્ષ કરશે આ વર્ષે લગ્ન પ્રસંગ હોવા છતાં માર્કેટમાં વેપાર ધંધામાં મોટી અસર જોવા મળી આવેલી છે કાપડ વાસણ ફર્નિચર તમામ વસ્તુઓમાં ધીરે ધીરે તેનું પ્રમાણ ઘટતું જોવા મળી આવેલું છે. સ્થાનિક વેપારી, રાજેશભાઈ સંતરામપુર…