
પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નને લઈને હજી પણ પાટીદાર સમાજમાં વિરોધ અટકી નથી રહ્યો. સુરતમાં આરતી સાંગાણીના કાર્યક્રમનો શરૂ થતા પહેલા જ વિરોધ કરાયો હતો. સુરાણી પરિવારના લગ્નમાં આરતી ગીત ગાવા પહોંચે તે પહેલા વિરોધ કરાયો.
સુરતમાં પાટીદાર યુવાનોએ આરતી સાંગાણીના કાર્યક્રમ સ્થળ બહાર પહોંચીને વિરોધ કર્યો હતો. સુરતના મોટીવેડ સિલ્વર ફાર્મ ખાતે સુરાણી પરિવારના લગ્ન ગીતમાં આરતી હાજરી આપવાની હતી. આરતી સાંગાણી ગીત ગાવા આવે તે પહેલા જ કાર્યક્રમ રદ કરાયો હતો. મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો વિરોધ કરવા ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા.
આરતી સાંગાણીએ પ્રેમ લગ્ન કરતા તેમનો વિરોધ થઈ રહ્યો છે. જોકે, સુરાણી પાટીદાર પરિવાર આરતી સાંગાણીના વિવાદ બાદ સમાજ સાથે રહ્યો હતો. સમાજના હિત અને સમયને યાન રાખી આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કર્યો હતો. સમાજ દ્વારા વિરોધ થતા તાત્કાલિક આરતીનો કાર્યક્રમ રદ કરી ગીતા પટેલને નક્કી કરાયા હતા.
બીજી તરફ, ભાગેડુ લગ્ન નોંધણીમાં ફેરફાર કરવાની માંગણી સાથે બ્રહ્મ સમાજના આગેવાનો મેદાને આવ્યા છે. બ્રહ્મ સમાજના આગેવાનો મુખ્યમંત્રીને મળવા સચિવાલય પહોંચ્યા હતા. સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ હતી. દીકરીના લગ્નમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા માંગણી કરી છે. પાટીદાર સમાજની માંગને બ્રહ્મ સમાજનુ સંપૂર્ણ સમર્થન મળ્યું છે. સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકર આગેવાનો સાથે મુખ્યમંત્રીને મળ્યા હતા. મહિલા પ્રમુખ ધારિણીબેન શુક્લ અને યુવા પ્રમુખ મનોજ ઉપાયાય સહિત પ્રતિનિધિ મુખ્યમંત્રીને મળ્યા હતા.