
તીરગર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગોધરાના સરદાર નગર ખંડ ખાતે આજરોજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ, નવી નિમણૂક પામેલા કર્મચારીઓ તેમજ ખેલકૂદ, કલા અને રાજકીય ક્ષેત્રે સેવા આપનાર વ્યક્તિઓનું ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી અને પંચમહાલ અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી દેવાભાઈ સોલંકી, ગોધરા અને ઉપપ્રમુખ સુનિલભાઈ લાલવાણી તથા નગરપાલિકાના કાઉન્સિલર જીતુભાઈ સાવલાણી દીવાબેન પરમાર સવિતાબેન ભુચ સાથે એપીએમસીના ચેરમેન પ્રવિણસિંહ રાઉલજી ખુમાનસિંહ ચૌહાણ ચંદ્રસિંહ રાઉલજી રામભાઈ ગઢવી ગુજરાત આવેલા 26 ગામના તીરઘર સમાજના આગેવાનો તથા વિદ્યાર્થીઓ સહિત 200થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગોધરાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી આવકાર્ય હતા. ત્યારબાદ તેજસ્વી તારલાઓ તથા વિવિધ ક્ષેત્રે પ્રદાન કરનારનું સન્માન કર્યું હતું. વધુમાં ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા તેજસ્વી તારલાઓને આશીર્વાદ આપીને સમાજને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેઓ મદદરૂપ થશે, તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સમારોહનું આયોજન તીરગર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે. જેના પ્રમુખ જેઠાભાઈ જી. તીરગર, મહામંત્રી ભાનુપ્રસાદ એસ. પરમાર અને ક્ધવીનર ડો. મનુભાઈ સી. પરમાર તેમજ મહેશભાઈ પરમાર, જેઠાભાઇ પરમાર, વિઠ્ઠલભાઈ પરમાર, હસમુખભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.