દે.બારીયા તાલુકાની સસ્તા અનાજની દુકાનો પર સતત ત્રણ માસથી દાળનો જથ્થો કાર્ડધારકોને મળતો નથી…?

દે.બારીયા, દે.બારીયા તાલુકાની 81 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં છેલ્લા ત્રણ માસથી કોઈપણ પ્રકારની દાળ લાભાર્થીઓને આપવામાં આવતી નથી. તેના પાછળ કયા અનાજ માફિયાઓ સગેવગે કરવાના ગોરખધંંધામાં લાગેલા છે. તેની તટસ્થ તપાસ કયારે અને કોન કરશે પણ ખરાં તે યક્ષ પ્રશ્ર્ન છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિના મુલ્યનો ધઉં, ચોખાનો જથ્થો પણ પૂરતો મળતો નથી. તો દાળ તો દુરની કડી છે. તુવેરદાળનો બજારમાં ભાવ 200/-રૂા.માં વેચાણ છે. સરકારી તુવેર દાળ રૂા.50/-ની 150/-નો ભાવ તો મળતો હશે ને જેથી નાખો જથ્થો સગેવગે થઈ જાય છે. તેવું લાભાર્થીઓમાં ચર્ચાઈ રહ્યુંં છે. તેમજ તેલના પાઉચ ઉપર મગફળી લખેલો હોય છે. તેનો સરકારી ભાવ રૂા.100/-ની પ્રિન્ટ છે. પરંતુ આ પાઉચમાં કપાસીયાની ભેળસેળ થયેલી સ્પષ્ટ દેખાઈ રહી છે. મગફળીનો તેલ પીળાશ પડતો હોય છે. ભેળસેળ વાળું એ પણ કપાસીયાનું લાલાસ વાળો પાઉચ દેખાઈ રહ્યો છે. મગફળી લખેલા પાઉચનું પૃથ્થકરણ કરાશે ખરો તે આનવનારો સમય બતાવશે. ફ્રુડ અને બજારમાં ગમે ત્યાંં દરોડો પાડે છે. નાગરિક પુરવઠા વિભાગના કલ્પતરૂનો માર્કના પાઉચનું પુન:કરણ કરવામાંં આવશે ખરો તે મોટો સવાલ છે.