૮ નવેમ્બર ૨૦૨૬ના દિવાળીના દિવસે અમદાવાદ મેટ્રો સેવા સવારે ૬ઃ૨૦થી સાંજે ૭ વાગ્યા સુધી જ ચાલુ રહેશે

અમદાવાદ મેટ્રો દિવાળી ૨૦૨૬ને લઈને મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિવાળીના દિવસે એટલે કે ૮ નવેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવા સામાન્ય દિવસોની સરખામણીમાં ટૂંકા સમય માટે ચાલુ રહેશે. ફટાકડા ફોડવાના કારણે કોઈ આકસ્મિક ઘટના ન બને અને મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે તે માટે સાવચેતીના ભાગરૂપે મેટ્રોના સંચાલનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ૮ નવેમ્બર એટલે દિવાળીના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સવારે ૬ઃ૨૦ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી કાર્યરત રહેશે.

એટલે કે સામાન્ય દિવસોની સરખામણીમાં મુસાફરોને રાત્રિના સમયે મેટ્રો સેવાનો લાભ નહીં મળે.અમદાવાદ મેટ્રો દિવાળી ૨૦૨૬ ૨૦૨૬)અંતર્ગત કરવામાં આવેલા આ સમય ફેરફાર પાછળ મુખ્ય કારણ દિવાળીની રાત્રે મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવે છે તે છે. ફટાકડાના કારણે મેટ્રો રેલવે લાઇન અને આસપાસના વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય અથવા આકસ્મિક ઘટના ન બને તે માટે આ સાવચેતી રાખવામાં આવી છે. મુસાફરોને પણ સલાહ આપવામાં આવે છે કે દિવાળીના દિવસે મેટ્રોમાં મુસાફરી કરવાની હોય તો સાંજે ૭ વાગ્યા પહેલાં પોતાની મુસાફરીનું આયોજન કરી લે.

સામાન્ય દિવસોમાં અમદાવાદ મેટ્રો સેવા સવારે ૬:૨૦ વાગ્યાથી રાત્રિના સમય સુધી ચાલે છે. ય્સ્ઇઝ્ર ની સત્તાવાર માહિતી અનુસાર મેટ્રો સેવાના સમયમાં ખાસ પ્રસંગો, તહેવારો અને અન્ય મોટા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ફેરફાર થઈ શકે છે.અમદાવાદ મેટ્રોની સામાન્ય સમયસૂચિમાં સવારે ૬ઃ૨૦ વાગ્યે પ્રથમ ટ્રેન શરૂ થાય છે. રૂટ પ્રમાણે છેલ્લી ટ્રેનના સમયમાં થોડો ફેરફાર હોઈ શકે છે.જીએમઆરસી દ્વારા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા માટે સમયસૂચિ પણ જાહેર કરવામાં આવે છે.દિવાળીના દિવસે શહેરમાં મોટી સંખ્યામાં લોકો ફટાકડા ફોડે છે. ખાસ કરીને સાંજ બાદ ફટાકડાનું પ્રમાણ વધી જાય છે. આવી સ્થિતિમાં મેટ્રો ટ્રેક, ઓવરહેડ ઈલેક્ટ્રીકલ સિસ્ટમ અને અન્ય માળખાકીય સુવિધાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખવી જરૂરી બને છે.

અમદાવાદ મેટ્રો દિવાળી ૨૦૨૬ ના સમય ફેરફારનો મુખ્ય હેતુ કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટનાની શક્યતા ઘટાડવાનો અને મુસાફરો તથા મેટ્રો સિસ્ટમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.દિવાળીના દિવસે મેટ્રો સેવા વહેલી બંધ થવાથી મુસાફરોને રાત્રિના સમયે વૈકલ્પિક પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડી શકે છે. તેથી જેમને સાંજ બાદ મુસાફરી કરવાની હોય તેમણે અગાઉથી પોતાની મુસાફરીનું આયોજન કરી લેવું જરૂરી છે.

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવા શરૂ થયા બાદ બંને શહેરો વચ્ચે મુસાફરી કરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને નોકરી, વ્યવસાય, શિક્ષણ અને અન્ય કામ માટે બંને શહેરો વચ્ચે રોજિંદી મુસાફરી કરતા લોકો માટે મેટ્રો મહત્વનું પરિવહન સાધન બની છે.જીએમઆરસીની સત્તાવાર માહિતીમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા માટે અલગ સમયસૂચિ ઉપલબ્ધ છે. ખાસ પ્રસંગો દરમિયાન મેટ્રો સેવાના સમયમાં ફેરફાર કરવાની જાગવાઈ પણ છે.દિવાળીના દિવસે સમય મર્યાદિત રહેવાની હોવાથી મુસાફરો માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ મેટ્રો સ્ટેશન પહોંચવાનો સમય અગાઉથી નક્કી કરે.