કાલોલ પોલીસે ડેરોલ ગામેથી રૂ. ૭.૯૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: એક આરોપી ગિરફ્તાર, એક વોન્ટેડ

આગામી તહેવારોને અનુલક્ષીને પ્રોહિબિશનની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી.પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે, હાલોલ ખાતે રહેતા અજયભાઈ મહેન્દ્રભાઈ પરમાર તથા દિવ્યેશ અમિતકુમાર પરમાર મરૂન કલરની સ્વીફ્ટ ગાડી (નંબર: GJ-17-CK-7623) માં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી લાવી ડેરોલ ગામે આવેલી નવી નગરીમાં દિવ્યેશ પરમારની નાની (દાદી) ના મકાનમાં છુપાવી રાખેલ છે. તેમજ દિવ્યેશ પરમાર ગાડી લઈને દારૂનો જથ્થો લેવા માટે ત્યાં આવેલો છે.બાતમીના આધારે કાલોલ પોલીસ ટીમે ઉક્ત સ્થળે દરોડો પાડતા મકાન તેમજ સ્વીફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૨૭ પેટીઓ (૧૮૦ એમ.એલ.ના ૧૨૯૬ કાચના ક્વાટર) મળી આવી હતી, જેની કિંમત રૂ. ૨,૫૯,૨૦૦/- થાય છે.પોલીસે સ્થળ પરથી આરોપી દિવ્યેશ ઉર્ફે ઝલક અમિતકુમાર પરમાર (ઉં.વ. ૨૮, રહે. હાલોલ) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી મળેલી સ્વીફ્ટ ફોર વ્હીલ ગાડી (કિં.રૂ. ૫,૦૦,૦૦૦/-), રોકડા રૂ. ૨૮,૦૦૦/- તથા રૂ. ૫,૦૦૦/- ની કિંમતનો ૧ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૭,૯૨,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપી દિવ્યેશ ઉર્ફે ઝલક અમિતકુમાર પરમાર (ઉં.વ. ૨૮, ધંધો-ખાનગી નોકરી, રહે. મહારાણા પ્રતાપ ચોક, અરાદ રોડ, તા. હાલોલ, જી. પંચમહાલ).

 વોન્ટેડ આરોપી: અજયભાઈ મહેન્દ્રભાઈ પરમાર (રહે. ધોબીફળિયા, પાવાગઢ રોડ, તા. હાલોલ, જી. પંચમહાલ).

વિદેશી દારૂની ૨૭ પેટીઓ (૧૨૯૬ ક્વાટર) – કિંમત રૂ. ૨,૫૯,૨૦૦/-

 સ્વીફ્ટ ગાડી (GJ-17-CK-7623) – કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-

 રોકડ રકમ – રૂ. ૨૮,૦૦૦/-

 મોબાઈલ ફોન – કિંમત રૂ. ૫,૦૦૦/-

 કુલ મુદ્દામાલ કિંમત: રૂ. ૭,૯૨,૨૦૦/-

 આ અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.