કદવાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાપુની વાડી ખાતે એક સંગઠન મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં વડનગરથી વારાણસી સુધીની બાઈક રેલી પૂર્ણ કરનાર ૬ કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું.
બાઈક રેલીમાં કુલ ૯ કાર્યકર્તાઓ વારાણસી પહોંચ્યા હતા, જેમાંથી ૬ કાર્યકર્તાઓ છોટા ઉદેપુર જીલ્લાના કદવાલ તાલુકાના હતા. આ કાર્યકર્તાઓમાં પ્રતિક બારીયા, ભાવદીપ બારીયા, જીગ્નેશ રાઠવા, મહિપાલસિંહ ઠાકોર, જયરાજ બારીયા અને પ્રદીપસિંહ ઠાકોરનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, માજી ધારાસભ્ય વેચાતભાઈ બારીયા, મહામંત્રી રમણભાઈ બારીયા, જીલ્લા પ્રભારી દિનેશભાઈ રાઠવા અને સજ્જનબેન રાજપૂત સહિત અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ સન્માનિત કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા અને સંગઠનને વધુ મજબૂત કરવા અપીલ કરી હતી.