ગાંધીનગરના રૂપાલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત સેવા જ્યોતિ મશાલ યાત્રાનો પ્રારંભ થયો

ગાંધીનગર જિલ્લાના ઐતિહાસિક રૂપાલ ગામ ખાતે આજે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત જિલ્લા કક્ષાના ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મશાલ પ્રજ્વલિત કરીને યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં પણ ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ રૂપાલ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાજીના મંદિરે પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ તેમણે મશાલ પ્રજ્વલિત કરીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.મશાલ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. હર્ષ સંઘવી પણ યાત્રામાં લોકો સાથે ચાલ્યા હતા અને ઉપÂસ્થત જનમેદનીનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ને જનસેવા, પારદર્શિતા અને સુશાસનનું પ્રતીક ગણાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રાજ્યનો દરેક નાગરિક આત્મનિર્ભર બને અને વિકાસની મુખ્યધારા સાથે જાડાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.જિલ્લા કક્ષાની આ યાત્રા ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાઓમાં ભ્રમણ કરશે અને વિવિધ વિસ્તારોમાં લોકો સુધી વિકાસલક્ષી યોજનાઓ તથા સરકારના સંકલ્પનો સંદેશ પહોંચાડશે.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, ગાંધીનગર ઉત્તરનાં ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર અને દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ ઉપરાંત પક્ષ પ્રમુખ અનિલ પટેલ, જિલ્લા પ્રભારી રમેશ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ, અધિક કલેક્ટર અમિત પરમાર સહિતના અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થત રહ્યા હતા.સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરી વચ્ચે ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ને પ્રસ્થાન કરાવવામાં આવી હતી