જે એન્ડ આર કોલેજ ઑફ એજ્યુકેશન દાહોદના ગજજ દ્વારા આયોજીત “સેવા સંકલ્પ અભિયાન

પ્લાસ્ટિક મુક્ત ભારત અનુસંધાને ૭ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

જે એન્ડ આર કોલેજ ઑફ એજ્યુકેશન દાહોદના આચાર્ય ડૉ. પટેલની પ્રેરણા હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પ્રોગ્રામ ઓફિસર મૌલિક શ્રોત્રિયના માર્ગદર્શન હેઠળ આયોજીત “સેવા સંકલ્પ અભિયાન: પ્લાસ્ટિક મુક્ત ભારત” અંતર્ગત વિવિધ શાળાઓમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

દાહોદ નગરની કુલ સાત પ્રાથમિક શાળાઓમાં અત્રેની બી. એડ. કોલેજના તાલીમાર્થીઓ અને ગજજ સ્વયં સેવકોએ ૨૮/૦૯/૨૬ થી ૦૩/૧૦/૨૬ દરમિયાન કોલેજના અધ્યાપઓના સહયોગ થકી દાહોદ નગરની કુલ સાત પ્રાથમિક શાળાઓ (દેસાઈવાડા પ્રાથમિક શાળા, ભાટવાડા પ્રાથમિક શાળા, ગલાલિયાવાડ પ્રાથમિક શાળા, ઠકકરબાપા પ્રાથમિક શાળા, ઉસરવાન પ્રાથમિક શાળા, હસુમતિબેન પ્રાથમિક શાળા, બોરવાણી પ્રાથનિક શાળા)માં મુલાકાત લઇ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

જેમાં ધોરણ ૬ થી ૮ના બાળકોમાં સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન થાય, પ્લાસ્ટિકના દુ‚પયોગથી માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણના નુકસાન વિષે માહિતી પ્રાપ્ત કરે તેવા ઉદ્દેશ્યથી થામાં શાળાઓમાં પ્લાસ્ટિક મુક્ત ભારત વિષય પર માર્ગદર્શન આપતું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

શાળાના વિદ્યાર્થીઓ તથા તમામ શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ સૌ તાલીમાર્થીઓ સાથે મળીને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી તથા શાળાના પટાંગણમાં પ્લાસ્ટિક તેમજ કચરો સ્વૈચ્છિક રીતે વીણીને એકત્રીત કરી, સૂકો કચરો, લીલો કચરો, પલસ્તિક વગેરે યોગ્ય રીતે છૂટો પાડીને સામૂહિક શ્રમદાન કરી સમગ્ર કેમ્પસ સ્વચ્છ કરવામાં આવ્યું. તે સંદર્ભે દરેક શાળાઓમાં નિબંધ સ્પર્ધા, નાટક, વકતૃત્વ સ્પર્ધા વગેરે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.