ગુજરાતમાં ૧૦ હજાર મહેસૂલ કર્મચારી હડતાળ પર, કામકાજ ઠપ્પ!

ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળના કારણે સરકારી કચેરીઓનું કામકાજ પ્રભાવિત થયું છે. રાજ્યભરના ૧૦ હજારથી વધુ મહેસૂલ કર્મચારીઓ આજે ૫ ઓક્ટોબરે સામૂહિક રજા પર ઉતરી ગયા છે. પ્રમોશન, ફિક્સ પે, બદલી સહિતની ૧૪ પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા કર્મચારીઓએ આ નિર્ણય લીધો છે.

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના નેજા હેઠળ રેવન્યુ ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદારો સહિતના કર્મચારીઓ હડતાળમાં જાડાયા છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં રેવન્યુ તલાટીના જાબ ચાર્જની વિસંગતતા દૂર કરવી, પૂરતું મહેકમ ફાળવવું, ૨૦૧૫માં પ્રમોશન મેળવી અન્ય જિલ્લામાં ગયેલા ક્લાર્કને મૂળ જિલ્લામાં પરત મોકલવા સહિતના મુદ્દાઓ સામેલ છે.

આ ઉપરાંત ૨૦૧૨ની સીધી ભરતીના નાયબ મામલતદારોને ‘ડીમ્ડ ડેટ’નો લાભ આપવા અને ૨૦૨૫માં તૈયાર કરાયેલી સિનિયોરિટી લિસ્ટને અંતિમ સ્વરૂપ આપવાની પણ માંગ છે.

સામૂહિક રજાના કારણે કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી અને જનસેવા કેન્દ્રોમાં વિવિધ સરકારી કામગીરી પર અસર પડી છે. ખાસ કરીને જમીન સંબંધિત કામ, મકાન ટ્રાન્સફર, દાખલા અને પ્રમાણપત્ર જેવી કામગીરી માટે આવેલા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

અમદાવાદ જિલ્લામાં પણ આશરે ૪૫૦ જેટલા મહેસૂલી કર્મચારીઓ હડતાળમાં જાડાયા હોવાનું જણાવાયું છે. જેના કારણે અનેક કચેરીઓમાં અરજદારોને કામ પૂર્ણ થયા વગર પરત ફરવાની ફરજ પડી હતી.

કચેરીઓમાં પોતાના કામ માટે પહોંચેલા કેટલાક અરજદારોએ જણાવ્યું કે તેમને અગાઉથી આજની તારીખ આપવામાં આવી હતી. જાકે, કર્મચારીઓ સામૂહિક રજા પર હોવાથી કલાકો સુધી રાહ જાયા બાદ પણ કામ થઈ શક્્યું નહોતું. પરિણામે અરજદારોનો સમય અને મુસાફરીનો ખર્ચ બંને વેડફાયા હતા.

મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી કે.સી. સોલંકીના જણાવ્યા મુજબ, સરકાર સાથે અગાઉ ૧૪ માંગણીઓ અંગે ચર્ચા થઈ હતી અને ૩૦ દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. જાકે, માંગણીઓનો ઉકેલ ન આવતા સામૂહિક રજાનો નિર્ણય લેવાયો છે.

કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જા સરકાર દ્વારા તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો ૭ ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર કર્મચારીઓ અને હજારો અરજદારોની નજર છે