નસવાડીના ખુશાલપુરામાં બેદરકારી:મેણ નદીના ચેકડેમનું ધોવાણ થતાં ખેડૂતો ચિંતિત

નસવાડી તાલુકા ના ખુશાલપુરા ગામે મેણ નદી ઉપર સિંચાઈ વિભાગ વડોદરા દ્વારા બનાવવામાં આવેલ ચેકડેમના એબેટમેન્ટ નું બન્ને બાજુ ભારે ધોવાણ થયું છે, જેના કારણે ચેકડેમ તૂટી જવાનો ભય સેવાઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ને સિંચાઈ નો લાભ મળે તે માટે ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ વડોદરા સિંચાઈ વિભાગ દ્વારા મેણ નદી ઉપર અંદાજીત ૧૦૦ મીટર લંબાઈ ધરાવતા મોટા ચેકડેમોને બનાવવામાં આવ્યા હતા.

પરંતુ આ યોજના નો ખેડૂતો ને કોઈ ખાસ લાભ મળ્યો નથી. આજે પણ ખેડૂતો યોજના લક્ષી કુવા પાઇપ લાઈન મોટર તેમજ અન્ય ચીજ વસ્તુ ઓ ક્યાં ગઈ ? ની તપાસ માટે બૂમો પાડી રહ્યા છે. તેવામાં આ ચોમાસા દરમ્યાન ભારે વરસાદ ને લઈ મેણ નદીમાં પાણી આવતા આ ચેકડેમ ની હાલત અત્યંત દયનીય બની છે.

ચેકડેમના બંને છેડા ઉપર આવેલ એબેટમેન્ટની બંને બાજુની માટી સંપૂર્ણ રીતે ધોવાઈ ગઈ છે. સતત પાણીના વહેણને કારણે હવે તો ચેકડેમ નો કોંક્રિટ નો બેઝ પણ ધોવાઈ રહ્યો છે અને પાયા ખુલ્લા થઈ ગયા છે.

જેથી સ્થાનિક ખેડૂતો નું કહેવું છે કે, જો ઉપરવાસ માં ભારે વરસાદ પડે અને નદીમાં વધુ પાણી આવે તો આ ચેકડેમ તૂટી જવાની શક્યતા છે. આ અંગે રજૂઆતો બાદ પણ કોઈ ધ્યાન અપાયું નથી. ત્યારે અધિકારીઓ સ્થળની મુલાકાત લઈ ચેકડેમે નુકસાનથી બચાવે તે જ‚રી છે.

મેણ નદી ઉપર બનાવવામાં આવેલા મોટા ચેકડેમ ઊંડા કરો મેણ નદી ઉપર ગઢ, ખુશાલપુરા બિલગામ ભૂતખાન જેવા ગામ પાસે મોટા ચેકડેમ સિંચાઈ વિભાગ દ્વારા જેતે વખતે બનાવવામાં આવેલ ચેકડેમ પાછળ માટી ભરાઈ હોય છતાંય પાણી સંગ્રહ તો થાય છે. પરંતુ ચેકડેમ આજુબાજુ ધોવાણ ને લઈ પાણી વહી જાય છે. તો સિંચાઈ વિભાગના ઇજનેરો સ્થળ મુલાકાત લઈ ચેકડેમ રિનોવેશન કરે ઊંડા કરે તો પાણીના જળ સ્તર ઉનાળામાં પણ જળવાઈ રહે.

ચેકડેમ તૂટી જાય તે પહેલા તેની રિપેરિંગ કામગીરી કરો ઉદ્વહન સિંચાઈ યોજના ને લઈ ચેકડેમ બનાવવામાં આવેલી યોજનાનો લાભ ખેડૂતો ને મળ્યો ન મળ્યો. પરંતુ હાલ ચેકડેમની આજુબાજુ માટી પૂરાણ રબર પીચિંગ વ્યવસ્થિત કરાવો. પાણી સંગ્રહ થતું હતું તે હવે નહીં થાય અને પાણી વહી જશે. ખેડૂતોને જે કંઈ ફાયદો થાય તેવું કામગીરી કામ કરાય પાછળ નો ભાગ ઊંડો કરાય તોય સા‚ં. – પ્રમોદભાઈ ભીલ, ખેડૂત