
ગોધરા તાલુકાના ગદુકપુર ગામે એક હડકાયા શ્ર્વાને આતંક મચાવ્યો છે. શ્ર્વાને મહિલાઓ, પુષો અને બાળકો સહિત કુલ ૧૧ લોકોને બચકાં ભર્યા હતા.
ઘટના બાદ ગામમાં દોડધામ મચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ચાર દિવસ પહેલા ૨૬ સપ્ટેમ્બરે કાલોલ વિસ્તારમાં પણ એક હડકાયા શ્ર્વાને ૪૬ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. જીલ્લામાં શ્ર્વાનના હુમલાની આ બીજી મોટી ઘટના છે.
આ ઘટનાઓથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં ડરનો માહોલ છે. રખડતા શ્ર્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.