નસવાડીના જીતપુરા ગામે ૨૫ વર્ષથી ખાનગી જમીન ભાડે લઈ ચલાવાતુ સામાજિક વનીકરણ વિભાગનુ રોપા ઉછેર કેન્દ્ર

નસવાડી તાલુકાના જીતપુરા ગામે સામાજિક વનીકરણ વિભાગ, નસવાડી દ્વારા છેલ્લા આશરે ૨૫ વર્ષથી ખાનગી માલિકીની જમીન ભાડે લઈ રોપા ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યુ છે.

આ જમીનના ભાડા પેટે દર વર્ષે આશરે ‚.૩,૫૦૦ જેટલી રકમ જમીન માલિક ખેડુતને ચુકવવામાં આવે છે. આ અંગે સામાજિક વનીકરણ વિભાગના અધિકારીને પુછતા જણાવ્યુ હતુ કે, વિભાગ પાસે હાલ રોપા ઉછેર કેન્દ્ર માટે પોતાની સરકારી જમીન ઉપલબ્ધ નથી. અલગ અલગ સમયે ગ્રામ પંચાયતો પાસે જમીન ફાળવવા માટે માંગણી કરી છે. પરંતુ હજુ સુધી યોગ્ય જમીન ઉપલબ્ધ થઈ નથી. સરકાર દ્વારા દર વર્ષે ભાડા પાછળ નાણાં ખર્ચે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કાયમી ઉકેલ લાવવાની જ‚રિયાત હોવાનુ સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યુ છે. છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગ હસ્તકની મોટી માત્રામાં જમીન ઉપલબ્ઘ્ હોવાની સ્થિતિમાં યોગ્ય અને નિયમસર પ્રક્રિયા હાથ ધરી આવી જમીનમાંથી રોપા ઉછેર કેન્દ્ર માટે જગ્યા ફાળવે તો ભવિષ્યમાં દર વર્ષે ચુકવાતા ભાડાનો ખર્ચ બચાવી શકાય તેમ છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રોપા ઉછેર કેન્દ્રોમાં વિવિધ પ્રજાતિના વૃક્ષોના રોપા તૈયાર કરે છે. હાલમાં ઉપલબ્ધ નાની જગ્યામાં મોટી સંખ્યામાં રોપાઓ ઉછેરવામાં મુશ્કેલી પડે છે. કેટલાક પ્લાન્ટેશનમાં આશરે ૪૦,૦૦૦ સુધીના રોપા ઉછેરવાની કામગીરી થતી હોય છે. આ સમગ્ર કામગીરી પાછળ સરકાર દ્વારા લાખો ‚પિયાનો ખર્ચ કરે છે. છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા નસવાડી સામાજિક વનીકરણ વિભાગના રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવે અને શકય હોય તો યોગ્ય સરકારી જમીન ફાળવવા માટે જ‚રી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.