
બોડેલીની ખત્રી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અને નશાની ખરાબ અસર અંગે જાગૃત કરવા એક કાર્યક્રમ યોજાયો. બોડેલી પોલીસના PSI પ્રજાપતિ, ઈશ્ર્વરભાઈ અને ટીમે માર્ગદર્શન આપ્યું.
પોલીસે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમથી બચવાના ઉપાયો જણાવ્યા. અજાણ્યા ફોન, મેસેજ, લિંક અને શંકાસ્પદ ઓનલાઈન વ્યવહારોથી સાવચેત રહેવા કહ્યું. OTP, PIN, પાસવર્ડ કે બેંકિંગ માહિતી કોઈ અજાણ્યા સાથે શેર ન કરવા સમજાવ્યું.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા અને તેના ગંભીર સામાજીક-શારીરિક ખરાબ પરિણામો વિશે સમજાવ્યું. યુવાનો દેશનું ભવિષ્ય છે, તેમને શિક્ષણ, રમતગમત અને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આગળ વધવા પ્રેરણા આપી.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નો પૂછી માહિતી મેળવી. શાળાના આચાર્ય યુ.વાય.ટપલાએ પોલીસ ટીમનો આભાર માન્યો અને આવા જાગૃતિ કાર્યક્રમોને ઉપયોગી ગણાવ્યા.