
બોડેલી નગરપાલિકાના વોર્ડ નંબર ૭માં નવા છઈઈ રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરાયું છે. સૈયદ મોહસીન અલી બાપુના હસ્તે આ કામનો પ્રારંભ થયો હતો.
આ રસ્તો ખત્રી વિદ્યાલય સ્કૂલ પાસે બનશે. તેનાથી સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેશે.
આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, સમાજસેવક વિજયભાઈ રાઠોડ, દિલાવર મન્સૂરી, લાલભાઈ, સલીમભાઈ અને કોન્ટ્રાક્ટર હાજર રહ્યા હતા.