
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ (ગોધરા) દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર અને નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકારશ્રીના વિકાસ સપ્તાહ-૨૦૨૬ ના ભાગરૂપે યુનિવર્સિટી ખાતે “ROLE OF YOUTH IN VIKSHIT BHARAT @ 2047” વિષય ઉપર એકદિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાઈ ગયો.જેમાં ૩૫૦ થી વધુ સંખ્યામાં અધ્યાપકો અને શોધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
યુનિ. ના ઓડિટોરિયમ ખાતે સવારે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સેમિનારના અધ્યક્ષ અને યુનિ.ના કુલપતિ ડૉ. હરિભાઈ કાતરિયાએ જણાવ્યું હતું કે ૨૦૪૭ ના ભારતનું ભવિષ્ય આજનો યુવાન નક્કી કરશે. તેમને શોધાર્થીઓને અંદરથી વિકસિત થવું જરૂરી છે અને રાષ્ટ્રની જરૂરિયાત મુજબ વિકસિત થવું તથા સમાજ ઉપયોગી સંશોધન થવું જોઈએ વગેરે મુદ્દાઓ પર વાત કરી હતી.
ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) એસ. પી. સિંઘએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા અને નવી ટેકનોલોજી અપનાવી દેશને આગળ ધપાવવા આહવાન કર્યું હતું. સાથે સંશોધન સમાજ ઉપયોગી થવું જોઈએ.
GTU અમદાવાદના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) રાજુલ કે. ગજ્જર દ્વારા દેશના શૈક્ષણિક વિકાસમાં ભારતીય જ્ઞાન પરંપરાની ઉપયોગીતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આમંત્રિત વક્તાઓ ડૉ. વશિષ્ઠ દ્વિવેદી, ડૉ. સુહાસકુમાર રાવ પાટીલ, ડૉ. સુરેન્દ્રસિંહ ગોહિલ અને ડૉ. મૌનિક જાનીએ યુવા સશક્તિકરણ, શિક્ષણમાં ઇનોવેશન અને વિકસિત ભારતના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેની વૈજ્ઞાનિક અને સામાજિક જવાબદારીઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દેહિન ભગતે કર્યું અને સંયોજન યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. અનિલ સોલંકી, KCGના જોઈન્ટ CEO ડૉ. યોગેશ યાદવ અને કાર્યક્રમના કન્વીનર પ્રો. ડૉ. જીજ્ઞેશ પી. રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.