મધ્યાહન ભોજન યોજનાથી દાહોદના વિદ્યાર્થીઓના પોષણ અને શિક્ષણને નવી દિશા

ન્યૂ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૫-૨૬ હેઠળ ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે પાયલોટ પ્રોજેક્ટ.

દાહોદથી શરૂ થતી આ પહેલ સમગ્ર ગુજરાતના શૈક્ષણિક અને પોષણ ક્ષેત્ર માટે નવી શ‚આત.

દાહોદ જીલ્લો શિક્ષણ અને પોષણ ક્ષેત્રે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ સાથે આગળ વધી રહ્યો છે. ન્યૂ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૫-૨૬ હેઠળ દાહોદ જીલ્લાના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અલ્પાહાર પૂરો પાડવાનો પાયલોટ પ્રોજેક્ટ શ‚ કરવામાં આવ્યો છે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, પોષણ અને શૈક્ષણિક ગુણવત્તાને વધુ મજબૂત બનાવવાનો છે. પ્રાયોજના વહીવટદારી કચેરી, દાહોદ, જીલ્લા પુરવઠા અધિકારીની કચેરી, દાહોદ તથા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત પ્રયાસોથી આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે. દાહોદથી શ‚ થતી આ પહેલ સમગ્ર ગુજરાતના શૈક્ષણિક અને પોષણ ક્ષેત્ર માટે નવી શ‚આત તરીકે મહત્વ ધરાવે છે.

૬,૭૨૦ વિદ્યાર્થીઓને સીધો લાભ : દાહોદ જીલ્લામાં કુલ ૫૭ સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે ૬,૭૨૦ વિદ્યાર્થીઓને આ યોજનાનો સીધો લાભ મળશે.

શાળામાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર ઉપલબ્ધ થવાથી તેમના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો થવાની સાથે અભ્યાસ પર પણ સકારાત્મક અસર થવાની અપેક્ષા છે.

યોજનાનો મુખ્ય હેતુ માત્ર અલ્પાહાર પૂરો પાડવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણને વધુ મજબૂત બનાવવાનો છે. પૂરતું પોષણ વિદ્યાર્થીઓમાં એકાગ્રતા અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં સક્રિય ભાગીદારી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સ્વસ્થ વિદ્યાર્થીથી સશક્ત સમાજ તરફ : આ પહેલ વિદ્યાર્થીઓને મળતી સુવિધા કરતાં આગળ વધીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની સામૂહિક જવાબદારીનું પ્રતીક છે. નિયમિત શાળાએ આવવું, મન લગાવીને અભ્યાસ કરવો, શિક્ષકોનું માર્ગદર્શન મેળવવું અને જીવનમાં મોટા લક્ષ્યો નક્કી કરવાંઆ તમામ બાબતો સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને પોષણને પણ સમાન મહત્વ આપવામાં આવી રહ્યું છે.

આ પહેલનો સંદેશ સ્પષ્ટ છે : સ્વસ્થ વિદ્યાર્થી સશક્ત વિદ્યાર્થી, સશક્ત વિદ્યાર્થી સશક્ત સમાજઅને સશક્ત સમાજ વિકસિત ગુજરાત.

દાહોદ જીલ્લામાંથી શ‚ થયેલી આ નવી પહેલ શિક્ષણ સાથે પોષણને જોડીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. સરકાર, વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ, શાળા પરિવાર અને સમાજના સંયુક્ત પ્રયાસોથી આ પાયલોટ પ્રોજેક્ટ સફળ બને અને તેનો લાભ વધુ વ્યાપક બને તેવી અપેક્ષા છે. દાહોદથી શ‚ થયેલી આ પહેલ રાજ્યના વિદ્યાર્થીઓના સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી આશા અને નવી દિશા બની રહી છે.