કોઠંબા પોલીસે અંબાજી જતા ૫દયાત્રીઓને રિફલેકટર સ્ટીક અને રેડીયમ પટ્ટીઓ આપી સલામતી સુનિશ્ર્ચિત કરી

મહીસાગર જીલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિગ્નલી હાઇવે પર અંબાજી ધામ તરફ પદયાત્રા કરનાર શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખી પોલીસે સુરક્ષા માટે કામગીરી કરી હતી.

કોઠંબા પોલીસે હાઇવે પર આવેલા વિસામાની મુલાકાત લીધી હતી. તેમણે પદયાત્રીઓ સાથે જ‚રી માહિતી મેળવી. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને પદયાત્રીઓ સ્પષ્ટ દેખાય અને અકસ્માતનું જોખમ ઘટે તે માટે પદયાત્રીઓને રિફ્લેક્ટર સ્ટીક આપવામાં આવી હતી.

આ ઉપરાંત, વિસામા સહિતના સ્થળોએ રેડિયમ પટ્ટીઓ પણ લગાવવામાં આવી હતી. પોલીસની આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ અંબાજી તરફ જતા પદયાત્રીઓની સલામતી, સેવા અને સુરક્ષા કરવાનો હતો. પદયાત્રીઓની સુરક્ષા માટે કોઠંબા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી રાત્રિના સમયે હાઇવે પરથી પસાર થતા શ્રદ્ધાળુઓને વધુ સુરક્ષા મળી રહેશે.