
જીલ્લા પોલીસ વડા સહિતના અગ્રણીઓએ સભ્યોને ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા.
ગોધરા શહેરમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાઈ રહ્યો છે. આરાધના યુવક મંડળે સતત બીજા વર્ષે માટીની ઇકો-ફ્રેન્ડલી ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપી છે.
મંડળે કુદરતી વાતાવરણ, વન્યજીવો અને હરિયાળી સાથે પ્રકૃતિને જોડતી થીમ પર ખાસ મંડપ બનાવ્યો છે. આ આખો સેટઅપ તૈયાર કરવામાં મંડળના સભ્યોને લગભગ દોઢ મહિનો લાગ્યો હતો.
મંડળના આ પર્યાવરણલક્ષી પ્રયાસને બિરદાવવા પંચમહાલ જીલ્લા પોલીસ વડા ડો. હરેશ દૂધાત, અઙખઈ ચેરમેન માલવદીપસિંહ, નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ અને કારોબારી ચેરમેન આનંદભાઈ ઘડિયાળી સહિતના અગ્રણીઓ મંડળની મુલાકાતે આવ્યા હતા.
આ પ્રસંગે જીલ્લા પોલીસ વડા સહિતના અગ્રણીઓએ મંડળના સભ્યોને ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા. આ ખાસ ઇકો-ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ મંડળે જે.બી. આર્ટ્સના ઉમંગભાઈ પટેલ પાસેથી તૈયાર કરાવી છે.
મંડળના સભ્ય ટ્વિંકલ દવેએ જણાવ્યું કે, મંડળ છેલ્લા કેટલાક વર્ષોથી ઇકો-ફ્રેન્ડલી ગણપતિ સ્થાપવાની પરંપરા જાળવી રહ્યું છે. પોલીસ પ્રશાસન પણ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપવા અપીલ કરે છે. આરાધના યુવક મંડળનો આ પ્રયાસ બીજા ગણેશ મંડળો માટે પણ પ્રેરણાપ બની રહ્યો છે.