
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી APMC વ્યવસ્થાપક મંડળની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલના તમામ ઉમેદવારોએ જીત મેળવી સત્તા કબ્જે કરી છે. ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.
૫૧૬ ખેડૂતોએ મતાધિકારનો ઉપયોગ કર્યો : નસવાડી APMC ચૂંટણી માટે બુધવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું હતું. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ભાગ લઈ રહ્યા હતા. આ ચૂંટણીમાં કુલ 533 નોંધાયેલા મતદારોમાંથી 516 ખેડૂત મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વિજેતા ઉમેદવારો અને મેળવેલા મતની વિગત : નસવાડી APMC ખાતે ગુરુવારે હાથ ધરાયેલી મતગણતરીમાં વિજેતા બનેલા સહકાર પેનલના ઉમેદવારોની વિગત આ મુજબ છે: ગોપાલસિંહ શિવસિંહ ચૌહાણ (425 મત), લક્ષ્મણસિંહ ઈન્દ્રસિંહ સોલંકી (424 મત), વિક્રમસિંહ મદનસિંહ સોલંકી (415 મત), ધવલકુમાર સુભાષચંદ્ર પંડ્યા (398 મત), વિપિનભાઇ શાંતિભાઈ કોળી (395 મત), જેઠાભાઈ જમનાદાસ ભીલ (387 મત), હિંમતસિંહ રામસિંહ ચૌહાણ (383 મત), ઘનશ્યામસિંહ હઠીસિંહ રાજપરમાર (373 મત), દલસિંગભાઈ નાનસિંગભાઈ ભીલ (350 મત) અને રમણભાઇ કાદવાભાઈ રાઠવા (347 મત).
૪ બેઠકો બિનહરીફ, ૨ બેઠકો ખાલી રહી : APMC ની કુલ 16 બેઠકો માટે આ ચૂંટણી યોજાવાની હતી. જેમાં ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 તેમજ ખરીદ-વેચાણ સંઘ અને મંડળી વિભાગની 2 બેઠકોનો સમાવેશ થતો હતો. આ પૈકી ખરીદ-વેચાણ સંઘ/મંડળી વિભાગની 2 અને વેપારી વિભાગની 2 બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી. વેપારી વિભાગની 4 પૈકી માત્ર 2 જ ઉમેદવારો લાયક ઠરતાં બંને બિનહરીફ થયા હતા, જેના કારણે વેપારી વિભાગની બાકીની 2 બેઠકો ખાલી રહી ગઈ હતી