ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામમાં ઘરના આંગણામાંથી પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ છે. આ બનાવ અંગે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાલ્લા ગામના કુવેચીયા ફળિયામાં રહેતા જયેશભાઈ મડકાભાઈ રાઠવાની મામાની બાઇક ચોરાઈ હતી. આ બાઇકની કિંમત આશરે રૂ.૩૫,૦૦૦ હોવાનું જણાવાયું છે. અજાણ્યા તસ્કરે સ્ટેરીંગ લોક તોડીને બાઇક ચોરી લીધી હતી.
ચોરીની આ ઘટના ૨૬ જુલાઈની રાત્રિથી ૨૭ જુલાઈની સવારના સમયગાળા દરમિયાન બની હતી. જયેશભાઈએ પોતાના સ્તરે બાઇકની શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે, તેમણે રાજગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આંગણેથી વાહન ચોરાઈ જવા અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.