
ભારતીય વિજ્ઞાનનું ગૌરવ કરતી સંસ્થા વિજ્ઞાન ભારતી દ્વારા દર વર્ષે ભારતની સૌથી મોટી વિજ્ઞાન પ્રતિભા શોધ સ્પર્ધા વિદ્યાર્થી વિજ્ઞાન મંથન VVM દેશભરમાં યોજાય છે. જેમાં ગુજરાતના દર વર્ષે ધોરણ 6 થી 11ના દસ હજાર વિદ્યાર્થીઓ ભાગ લે છે. ગુજરાતમાં વિજ્ઞાન ગુર્જરી અંતર્ગત આ પ્રવૃત્તિમાં સ્ટેટ કોઓર્ડીનેટર તરીકે શ્રી કમલેશ લીમ્બાચીયા, શ્રી અતુલ વ્યાસ અને પ્રિ મનસુખભાઈ નારીયા જવાબદારી સંભાળે છે. તેમના જણાવ્યા મુજબ આ વર્ષે VVM પ્રવૃત્તિને વધુ અસરકારક બનાવવાના હેતુથી GTU , અમદાવાદ ખાતે એક રાજ્ય લેવલનો સેમિનાર યોજાયો હતો. તેમાં મુખ્ય અતિથી તરીકે નાગપુરથી શ્રી નરેશ ચાફેકર (નેશનલ કોઓર્ડીનેટર ) એ માર્ગદર્શન અને VVM અંગે માહિતી આપી હતી. શ્રી જીગ્નેશભાઈ બોરીસાગરે વિજ્ઞાન ગુર્જરીની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. મનસુખ નારીયાએ vvm અંગે પ્રેઝન્ટેશન કર્યું હતું. કમલેશ લીમ્બાચીયા એ વીવીએમ રજીસ્ટ્રેશન ની માહિતી આપી હતી. દરેક જિલ્લા માંથી પધારેલ 28 ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર મિત્રોએ પોતાના જિલ્લામાં યોજેલ VVM પ્રવૃત્તિઓનો રિપોર્ટ આપ્યો હતો,અતુલ વ્યાસે આભાર વિધિ કરી હતી દાહોદ જિલ્લામાંથી કમલેશભાઈ લીમ્બાચીયા ચેતનભાઇ પટેલ અને રિપલભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી વિજ્ઞાન મંથનમાં દાહોદ જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફળ કાર્યક્રમનું સંકલન વિજ્ઞાન ગુર્જરીના જીગ્નેશભાઈ બોરીસાગર, આર્જવભાઈ તથા દર્શનભાઈ મહેતાએ કર્યું હતું.