
રોટરી ક્લબ વિશ્ર્વસ્તરે વિભિન્ન સેવાકીય પ્રવૃતિ કરનાર મોટામાં મોટી એન.જી.ઓ. છે. વિશ્ર્વ માંથી પોલિયોનું નિર્મૂલન અને હવે મેલેરિયા નાબૂદી માટે વિશ્ર્વમાં કામ કરતી રોટરીની દાહોદ ડાયમંડ ક્લબના સંકલ્પ સમારોહ અને ડિસ્ટ્રિક ગવર્નરની આધિકારિક યાત્રા દરમિયાન સમાજમાં પ્રેરણા સ્ત્રોત બનતા સમાજજનો અને રમત ગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે સમાજ, પરિવાર, ગામ, રાજ્યનું નામ ઉજાગર કરનાર સમાજ સેવકો કે જેઓ વિશિષ્ટ સેવા કાર્ય થી અલગ છાપ ધરાવતા દાહોદ સબ જેલના જેલ અધિક્ષક એમ.એલ.ગમારા, નિવૃતિ પામેલ વરિષ્ઠજનોને ક્લેપિંગ થકી શારીરિક ફિટનેસ અપાવતા ક્લેપીંગ ગ્રુપના આયોજક રાજકુમાર સહેતાઈ,પોતાની નૈતિકતા બતાવી અકસ્માતમાં માતબર રકમ ચૂકવનાર અજયસિંહ પલાસ મલેશિયા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય તાયેકવોન્ડો સ્પર્ધામાં બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવનાર મિસ્બા દિવાન અને રગ્બી રમતમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર દાહોદ તાલુકાના આગાવાડા ગામની દીકરીઓ રોશની મિનામા, મનીષા કટારા, કાજલ ભાભોર સર્વેને ડિસ્ટ્રિકગવર્નર સંસ્કાર કોઠારી, આર.એ.સી, દાહોદ જીલ્લા જે.એમ.રાવલ, સહાયક ગવર્નર ડો.રમાકાંત પંડ્યા, ડિસ્ટ્રિક્ટની પ્રથમ મહિલા દિપ્તીબેન કોઠારી, ડો.આરાધના સહાયના હસ્તે પ્રશસ્તિ પત્રો, સ્મૃતિ ભેટ આપી બહુમાન કરાયું હતું.
પ્રાસંગિક વક્તવ્યમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંસ્કાર કોઠારી એ વિશ્ર્વ સ્તરે રોટરીની સેવાકીય પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી હતી. દાહોદ જીલ્લાના આર.એ.સી જે.એમ.રાવલે ક્લબની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી અને સાથે સાથે ક્લબના સદસ્યોને સમાજના ઉત્થાન માટે કાર્ય કરવા શુભેચ્છાઓ આપી હતી.
વર્ષ ૨૦૨૬-૨૭ ના વરાયેલા પ્રમુખ રતન સિંગ બામણિયા, સેક્રેટરી લતાબેન સોલંકી અને નવા સદસ્યો સયુંકતા બેન મોદી,શૈલેષભાઈ મેડા,સોનુ બેન શાસ્ત્રી,મોનિકા બેન પટેલ ને સંકલ્પ અધિકારી ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંસ્કાર કોઠારી એ હોદ્દાના સંકલ્પ લેવડાવ્યા હતા.
સંકલ્પ સમારોહ કાર્યક્રમ નું સંચાલન ક્લબના સહાયક ગવર્નર હીરાલાલ સોલંકી, જયેન્દ્ર વૈરાગી અને વ્યવસ્થા વાસુદેવ મંગલાની,પ્રદીપ રાઠોડ દ્વારા કરાઈ હતી. સમારોહમાં મોટી સંખ્યામાં ડેરોલ,ગોધરા, ઝાબુઆ, રતલામ અને ઇન્દોરના રોટેરિયન મિત્રો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો.